________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨ બળદનું ઘડપણું
યાને કરકંડુ રાજર્ષિ
(૧) કરકંડુનું મૂળ નામ અપકર્ણિત. તે દંતપુરના ચંડાળ જનંગમને પુત્ર હતું. પુત્ર તે તે ચંડાલને છતાં છોકરાઓ સાથે રમે ત્યારે તે રાજા બને અને બીજા છોકરાઓને પ્રધાન સેવક વિગેરે બનાવી એક પછી એક હુકમ છેડે. અપકણિતનું શરીર કાંતિવાળું, સશક્ત અને મૃદુ હતું છતાં તેને શરીરે ખણુજ બહુ આવતી. આ ખણજ તે બીજા છોકરાઓ પાસે ખંજવાળાઈ દુર કરતે. આથી મેટાઓએ તેનું નામ કરકડુ (હાથવતી ખંજળાવનાર) પાયું.
જનંગમનું કાર્ય શમશાનની ચકી કરવી અને ત્યાં બળતા મડદાઓનાં કપડાં ઉઘરાવવાં. કરકંડુ છ વર્ષને થયે ત્યારથી બાપ સાથે તે પણ રાતે મશાનમાં રહેતે. મૂળથી તે તે બહાદૂર હતું અને મશાનમાં રહેવાથી તે વધુ બહાદૂર બન્ય.
(૨) સવારને પહર હતે. સૂર્યનારાયણ ક્ષિતિજથી બહાર નીકળી તેમને લાલ તડકે જમીન ઉપર પાથરવાની તૈયારી
For Private And Personal Use Only