________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
અંગારકાચાર્ય રસ્તામાં પડે તે દબાઓ પણ ખરા અને મરે પણ ખરા.” આ શબ્દ વિજયસેનસૂરિએ અને શિષ્યોએ સાંભળ્યા. - તેમણે જોયું તે પગ નીચે દબાતા કેલસાના કકડાના અવાજને રુદ્રદેવ અને અવાજ માનતા હતા અને તેના દબાવાથી થતે કચૂડ કચૂડ અવાજ સાંભળી તે ખુબ આનંદ પામતા હતા. તેમને નહેતે જીવહિંસાને ડર કે નહોતે તેને જરાયે પશ્ચાતાપ પણ ઉલટો જીવહિંસાથી તેમના હૃદયમાં આનંદને સંચાર થતો હતે.
કચુડ કચૂડ અવાજનું શ્રવણ શિષ્ય અને ગુરૂને બનેને એક. શિષ્યએ કચુડ કચડ શબ્દ પશ્ચાતાપ ઉપજાવી ભવ્યત્વ જણાવ્યું અને તેજ શબ્દથી આનંદના અતિરેકમાં છલકાતા રુદ્રદેવે પિતાનું અભવ્યત્વ જણાવ્યું.
આખી રાત શિષ્યોને ઉંઘ ન આવી. તેમને થયું કે આ સંયમ, વિદ્વતા, તપ, ત્યાગ બધું શું કેવળ પેટ ભરવા ખાતર ? હૃદયમાં જરાપણ અસર નહિ.
સવાર પડયું એટલે તે વિજયસેનસૂરિના શિષ્યએ રુદ્રદેવસૂરિના શિષ્યને રાત્રિને વૃત્તાન્ત કહ્યો. બધા વિચારમાં પડયા. તેમણે ગુરૂને ત્યાગ કર્યો. રુદ્રદેવ ત્યારબાદ અંગારમર્દકાચાર્ય નામે પ્રસિદ્ધ થયા. અને અભવ્યના દૃષ્ટાન્ત માટે તેમનું નામ જોડાઈ જગતમાં પ્રસિદ્ધિ પામ્યું. અંગારમર્દક મરી ઉંટ થયા અને તેમના શિષ્ય સારૂં સંયમ પાળી મરી રાજકુમારે થયા.
For Private And Personal Use Only