________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
અંગારમદકાચાય
ગુરૂ બે મિનીટ વિચારમાં પડયા અને બોલ્યા “શિષ્ય ! પાંચસો શિષ્ય સહિત કઈ અભત્ર ગુરૂ આજે આપણે ત્યાં આવશે એમ સ્વપ્નને ફલિતાર્થ થાય છે.” સૌ સુમસામ બેઠયા અને વાંચના શરૂ થઈ.
ડીવારે એક શ્રાવક અાવ્યું અને બોલ્યા “મહારાજ ! રુદ્રદેવ આચાર્ય પાંચસે શિષ્ય સાથે પધારે છે. વાંચના. સમાપ્ત કરી સૌ સાધુઓએ અને વિજયસેનસૂરિએ રુદ્રદેવ આચાર્ય અને તેમના પાંચ શિષ્યનું સારું સ્વાગત કર્યું.
રુદ્રદેવસૂરિ પાટે બિરાજ્યા. જનતા સાથે વિનીત પાંચ શિષ્ય અને વિજયસેનસૂરિને સાધુગણ પણ દેશના સાંભળવા બેઠે. રુદ્રદેવની વાણી એટલે અમૃત સરખી મીઠી, તે વાણી દલીલની પરંપરા, ડગલે ને પગલે શાસ્ત્રના આધારો અને અનુભવના સંભથી ઝરતી હતી. શ્રાવકે બોલ્યા “શું આચાર્ય ભગવંતની દેશના!” શિષ્યએ કહ્યું “શું ગુરૂમહારાજનું જ્ઞાન અને શાસન કલ્યાણની ભાવના.”
વિજયસેનસૂરિના શિષ્યના હૃદયમાં પડી શંકા કે આવા વિનીત પાંચસે શિષ્યવાળા, વિદ્વાન વક્તા અને સમિતિ ગુતિ સાચવી રહેનારા આચાર્ય શું અભવ્ય હેય? જેની દેશના સાંભળી શ્રોતાઓના હૃદય દ્રવે છે. ફાલ્યાં પુલ્યાં ઘરબાર છેડી જેના વચને લેકે સંસાર તજે છે. જેના વાક પ્રવાહે દુનીયાના જી કૃતકૃત્ય બની શુદ્ધ થાય છે, તે વાકદાતા પિતે શું સાવ અશુદ્ધ! આ શું સંભવે?”
For Private And Personal Use Only