________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
ચંદનમલયાગિરિ ઝુંપડીએ આવી બે બાળકને લઈ ચંદને કુશસ્થળ છેડયું. સીમાડે વનનિકુંજના ઉદ્યાનમાં જે મળે તે બધાને પુછે છે કે “કોઈએ દીઠી મારી મલયાગિરિ!” પશુઓને પંખીઓને વનના ઝાડેને અને સુસવાતા પવનને બધાને પુછે છે કે
બતા બતાવે એ કઠિઆરણ મલયાગિરિને !” કઈ તરફથી તેને જવાબ ન મળે.
- ઘડી દેડતે, ઘડી વિસામે લેતે અને નિસાસા નાંખતો ઠેર ઠેર આથડતે ચંદન વનનિકુંજમાં અને માર્ગોમાં “એ મલયાગિરિ એ મલયાગિરિ કરતે બુમ પાડે છે અને મગજની સમતોલતા ખાવા જે થાય ત્યાં સાયર અને નીર કહે છે “પિતા ભૂખ લાગી છે.” ચંદન કેઈવાર વનનાં ફળ તે કઈવાર પાંદડાં ચવરાવી બાળકોને જીવાડે છે અને પોતે પણ તે રીતે જીવે છે.
માર્ગે જતાં ઘુઘવાટા કરતી નદી આવી. ચંદને આ કિનારે સાગરને ઉભે રાખે અને નીરને માથા ઉપર બેસાડી નદી પસાર કરી તેને સામે કાંઠે મુક, પાછા ફરતાં નદીને વેગ વ. ચંદનનું શરીર શેક, ભૂખ અને કષ્ટથી શિથિલ. હતું. તેણે પગ ટેકવવા ઘણે પ્રયત્ન કર્યો પણ પગ ન ટક તે નદીમાં તણાય. તણાતાં તણાતાં બેટા સાગર! બેટા નીર! કહી બુમ પાડી પણ તે બધી બુમ નદીના ઘુઘવાટામાં ડુબી ગઈ. એક બે ગડથલીયાં ખાધાં ત્યાં એક લાકડું ચંદનના હાથમાં ચડયું. ઘડીક ઉંચે તે ઘડીક નીચે પછડાતું લાકડું આનંદપુર નગરના સીમાડે છીછરા પાણીએ અટકયું અને ચંદન પણ
ત્યાં અટક. નદીની બહાર નીકળતાં તે બે કિહાં ચંદન કિહાં મલયાગિરિ કિહાં સાયર કિહાં નીર
For Private And Personal Use Only