________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ દુનીયાનો મેળો
યાને ચંદન મલયાગિરિ
અર્ધી રાતનો સમય હતે. સર્વત્ર શાંતિ હતી. ત્યાં પથારીમાં સૂતેલા કુસુમપુરના રાજા ચંદને “રાજા! તારી માઠી દશા થશે, જીવતા જવું હોય તે તું જલદી ચાલ્યા જા” રાજાએ એકવાર બેવાર. આ શબ્દ સાંભળ્યા. આમ તેમ જોયું પણ કેઈ ન દેખાયું. રાજા ઉભે થયે તે રૂપરૂપના અંબાર સરખી એક દેવી નજરે પડી અને તે “હું તારી કુળદેવી છું” એમ કહી અદશ્ય થઈ ગઈ.
સવાર પડયું. રાજાએ રાણી મલયાગિરિને બેલાવી શાંત ચિત્તે કહ્યું “વિ! રાત્રિએ કુલદેવીએ સમાચાર આપ્યા છે, કે “તારે માથે ભારે વિપત્તિ પડશે. વિપત્તિ આપણને ઘેરે અને આપણે બેહેશ થઈ નીકળીએ તે કરતાં આપણે સામે પગલે જઈ તેને ભેટવા કેમ ન નીકળવું.” રાણીએ રાજાના વચનમાં સંમતિ આપી, અને સાયર તથા નીર આ બને પુત્રને સાથે લઈ રાજારાણીએ પ્રયાણ કર્યું.
રાજા ચંદન, રાણું મલયાગિરિ, સાયર તથા મીર કુંવર સાથે રાજ કુટુંબ ફરતું ફરતું કુશળ નગરમાં
For Private And Personal Use Only