________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર નાતરાં
૩૬૭
કુબેરસેના વર્ષો સુધી વેશ્યા જેવી હતી પણ હવે તે કુબેરદત્તથી સંતુષ્ટ હતી. કુબેરદત્તની ઋદ્ધિ, રૂપ અને યૌવન એ બધાથી સંતુષ્ટ હતી. સાથે સાથે તેને કુબેરદત્ત ઉપર ગમે તે કારણે અગમ્ય આકર્ષણ પણ હતું. તેને ભેદ તે ઘણીવાર ઉકેલવા મથતી પણ ઉકેલી શકતી નહિ.
થોડા દિવસ થયા ત્યાં કુબેરસેના સાધ્વી પાસે આવવા જવા માંડી. બન્નેને ખુબ પરિચય થયે. કુબેરસેના પુત્રને સાધ્વી આગળ મુકી ઘરનું કામ કરતી. એક વખત પુત્ર છાને રહેતું નથી અને તાણી તાણને રોવે છે. સાધ્વી દૂર દૂર રહી હાલરડું ગાય છે. ઈશુ અવસર ના બાલુડે રે કાંઈ, પારણે પઢ જેહ;
ગાઉં હાલરૂઆ. હાલે હાલે કહી હલાવતી રે કાંઈ, સાધવી ચતુર સુજાણ. સગપણ તારે મારે જે કાંઈ, સાંભળ સાચી વાત સુણ તું બાવ કાકે ભત્રીજે પિતરે રે કાંઈ દીકરે દેવર ભાઈ,
સુણ તું બાલુડા. “હે બાળક તારે અને મારે અઢાર સગપણ છે, છ કહ્યાં બીજાં છ સાંભળ. તારી માતા તે મારી પણ માતા થાય છે. અરે મારી માતા તે ખરી પણ મારા બાપની પણ માતા છે. તારી માતા મારા ભાઈની વહુ થાય છે. મારી સાસુ થાય છે અને મારા છોકરાની વહુ પણ છે.’
કુબેરદત્ત ઘરમાં હતું. તેને આ સાધ્વી શું બોલે છે તેની ખબર ન પડી. તેણે કુબેરસેનાની સામે જોયું અને પુછયું કે “આ સાધ્વી આ શું બોલે છે? ગાંડાં તે નથી થયાને?'
For Private And Personal Use Only