________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
ગજસુકુમાળ
મુનિએ મન દૃઢ કર્યું. અંગારાએ આખું શરીર જોતજોતામાં ભડથારૂપ કરી નાંખ્યું.
ફૂટ ફુટ પુટે હાડકાં રે લાલ, તટ તટ ત્રુટે ચામ રે સંતેષી સસરા મન્યા રે લાલ, તુરત સર્યું તેનું કામ રે.
અસહ્ય અને અપાર વેદના મુનિએ મિલિત નયને અને પ્રશાંત હૃદયે સહી. આત્મરમણમાં જીવને પરાજ્યે. શુકલ ધ્યાનની ધારામાં આગળ વધતા ગજસુકુમાળે તેજ રાત્રિએ આ બાજુ કૈવલ્ય મેળવ્યું અને ખીજી ખાજુએ નશ્વર દેઢુના ત્યાગ કરી તેમને અમર આત્મા અમરધામ- -મુક્તિનિલયમાં જઇ વસ્યા.
――
સોમિલ ભડભડ સળગતા ગજસુકુમાળને દેખી હરખાયે અને ‘કુમળી ખળાના જીવનને ભડભડ સળગાવતા તારે માટે આજ શિક્ષા ખરાખર છે એમ ખેલતા નગર તરફ ચાલ્યું.
( ૬ )
ખીજે દિવસે શ્રી કૃષ્ણે ભગવાન નેમિનાથને વંદન કરી ખીજા મુનિઓને વાંદ્યા પણ તેમાં ગજસુકુમાળને નહિ દેખવાથી ભગવાનને પુછ્યું ‘· ભગવંત ! ગજસુકુમાળ મુનિ કયાં છે?”
For Private And Personal Use Only
ભગવાને ગજસુકુમાળના મેક્ષ ગમન સુધીને સ વૃત્તાન્ત કહ્યો. આ વૃત્તાન્ત સાંભળતાં શ્રી કૃષ્ણને અંધારાં આવ્યાં. સામશર્મા ઉપર તેને ભયંકર ક્રોધ ચડચે. આ સમાચાર સાંભળતાં દેવકીમાતાની શી સ્થિતિ થશે તે વિચારે અને પેાતે મધવ વિનાના બનતાં નિરાધાર ખની ગુંચવાયા.