________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
મમ્મણશેઠ
આપ જેવા વૃદ્ધ આવી મહેનત કરે તેમાં રાજગૃહીને નરેશ શ્રેણિક લાજે!”
ડેસાએ કહ્યું “બહું સારૂં મહારાજ !”
ચેલણું બેલીઃ 'वृथा वृष्टिः समुद्रेषु, वृथा तृप्तेषु भोजनम् वृथा दानं घनाढयेषु वृथा दीपो दीवापि च'
સમુદ્રમાં વરસાદ નકામે છે, ધરાયેલાને ભેજન નકામું છે, ધનવાનને દાન આપવું નકામું છે અને દીવસે દીવા કરવા નકામા છે તેમ રાજન્ ! ઉપકાર કરે તે આવા વૃદ્ધ નિધન ઉપર કરે કે જેથી કાંઈક કલ્યાણ થાય.
શ્રેણિક મૌન રહ્યો. ચલણને તેણે જવાબ ન આપે પણ સેવકને કહ્યું “આ ડેાસાને આપણી વૃષભશાળામાં લઈ જા અને તેને જે જોઈએ તે વૃષભ આપ.” - થોડીવારે સેવક પાછા આવ્યું અને કહ્યું “મહારાજ ! તે એકે વૃષભને પસંદ કરતા નથી.'
વૃદ્ધ પુરૂષ સામું જોઈ શ્રેણિકે કહ્યું “વૃદ્ધ પુરૂષ ! આપને મારે એકે વૃષભ ન પસંદ પડયે.”
“ના. મારે વૃષભ રત્નજડિત અને સુવર્ણમય છે. એક વૃષભ તે મેં પુરો કર્યો છે બીજે પણ પુરો થવા આવ્યું છે. બીજામાં માત્ર ખુટે છે શીંગડાં અને ચેડે ભાગ.
ચેલણાએ મુખમાં આંગળી ઘાલી અને તે બેલી “ધન સંપત્તિ ! છતાં અંધારી રાતે શીંગડાં માટે આ ડેસો આટલે પરિશ્રમ લે છે.” રાજારાણીએ તેને વૃષભ જેવાનું નક્કી કર્યું અને ડોસાને વિદાય આપતા પહેલાં પુછ્યું, ‘વૃદ્ધ પુરૂષ આપનું નામ શું ?”
For Private And Personal Use Only