________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
મમણુશેઠ
આપતે જ નહિ પણ બીજા કેઈ આપે છે તેને પણ તે જોઈ શકતે નહિ.
વરસાદની હેલી મંડાણી છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર. જળના અને સ્થળના બધા માર્ગ એક સરખા. રાજગૃહી જાણે બેટમાં ઉભેલી એક નગરી હોય તેવી દેખાય છે. સૌ કઈ ઘરમાં લપાયા છે. આ વખતે મમ્મણ બારીએ ઉભે ઉભે વિચાર કરે છે કે નવરો બેઠે શું કરીશ ? લાવને આ તણુતાં લાકડાં એકઠાં કરૂં. અત્યારે લાકડાં બહુ મેંઘાં છે, એકઠાં કર્યા હશે તે થોડા ઘણુ પણ પૈસા જરૂર મળશે. તેણે એક નાની શી પોતડી પહેરી અને તુર્ત તે બારીએથી પડતું મુકી પાણીમાં પડ.
રાજા શ્રેણિક અને ચેલણ ગોખે બેઠયાં હતાં વરસાદ તમઝાડ વરસતે હતે, મેઘ ગાજતે હતા અને વિજળી ઝબકારા મારતી હતી. ત્યાં શેલણા બેલી “નાથ! જુઓ તે ખરા ! તમે કહે છે કે મારી રાજગૃહીમાં બધા સુખી છે, બધાની હું ચિંતા કરૂં છું. આ કે વરરાદ વરસે છે. પર્વતને ડોલાવે તે પવન સુસવાટા મારે છે. ઘેર અંધારી રાત છે. પશુ પંખી કઈ બહાર દેખાતું નથી તે વખતે પેટને ખાડે પુરવા બિચારે એક વૃદ્ધ ગરીબ ડેસો લાકડાં એકઠાં કરે છે. આવા માણસની તમે ચિંતા કરી છે ખરી! શું તે રાજગૃહીને નથી? સૌ કઈ ભર્યાને ભરે છે. '
For Private And Personal Use Only