________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
નમિરાજર્ષિ વેદનામાં વધારો કરતો લાગ્યો અને તે બોલ્યા “આ અવાજ બંધ કરો.”
ડીવારે શુદ્ધિમાં આવતા ફરી રાજાએ પુછયું “ કામ પતી ગયું? કેમ હવે અવાજ નથી ?”
મંત્રીએ કહ્યું કે ના મહારાજ ! ચંદન ઘસાય છે પણ રાણીઓએ અને દાસીઓએ એક કંકણ રાખી ઘસવા માંડયું છે આથી અવાજ નથી.”
માંદગીમાં પડેલા નમિરાજને આ શબ્દ જાદુઈ અસર કરી. જ્યાં બે છે ત્યાં ઘેઘાટ છે. એકલાને સદા શાંતિ છે. સંગ જ પાપનું કારણ છે. આત્મા સદા સુખી છે પણ શરીરને સંગ દુઃખકારક છે. દુનીયાના બધાં દુઃખ સંયેગનું પરિણામ છે. રાજાએ ચિત્તને સંગ વિયેગના તત્વ જ્ઞાનમાં પરોવ્યું. દુઃખ વિસારે પડયું અને તેજ રીતે તેને નિરાંતે ઊંઘ આવી. રાત્રિએ સ્વપ્ન આવ્યું. તેમાં તેણે મેરૂપર્વતને જોયે.
સવાર પડ્યું. રાજાને સ્વપ્નના વિચારને ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને પૂર્વભવને મહામુક દેવલેક અને મેરૂ ઉપર જિનેશ્વર ભગવાનના કરેલ સ્નાત્ર મહોત્સવ યાદ આવ્યાં.
સંગ વિયોગને વિચાર કરતા નમિરાજર્ષિએ રાજ્યપાટ છેડયું અને પ્રત્યેક બુદ્ધ થઈ સંયમ લીધું.
નમિરાજર્ષિની દીક્ષા વખતે ઇંદ્રને નમિરાજષિનું મન તપાસવાની ઈચ્છા થઈ. તેણે બ્રાહ્મણનું રૂપ ધરી નમિરા
For Private And Personal Use Only