________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમિરાજર્ષિ
३२५ કરે તેવું પામે અને વાવે તેવું લણે” તે કહેવત મુજબ વિષયાંધ મણિરથ નગરમાં પાછો ફર્યો પણ તેજ રાતે તેને ઝેરી સર્પ કરડયે આથી તે મૃત્યુ પામી નરકે ગયે. સવારે યુગબાહુના પુત્ર ચંદ્રયશાને મંત્રીઓએ રાજ્યગાદીએ સ્થાપ્યો.
બેફાટ રૂદન કરતી ગર્ભવતી મદનરેખાએ પોતાના પતિ યુગબાહુને તરફડીયા ખાતા જોયા આમ છતાં ક્રોધથી તેમની આંખ લાલ હતી. ક્રોધ તેમના શરીરમાં માતે નહેાતા. ઘડી ઘડી ઉભા થઈ ક્યાં ગયો મણિરથ કહી તે દેડવા મથતા હતા. સતી મદનરેખાએ મરણશય્યાએ પહેલ પતિને આ શ્વાસન આપ્યું અને કહ્યું “નાથ! ક્રોધ ન કરે. ભાઈ, પિતા માતા આ બધાં સગાં સ્વાર્થના છે. પોતાનું આત્મકાજ સુધારો. સૌને ખમાવે, દેવગુરુ ધર્મનું શરણું સ્વીકારો. મણિરથને દુશ્મન ન સમજે. કર્મવશ ભાનભૂલેલા તેના ઉપર દયા ચિંત.” મદનરેખા સામે ફાડી આંખે યુગબાહુએ જોયું. તેણે તેના ખેળામાં માથું નાંખ્યું અને તેણે પલકમાં દેહને ત્યાગ કર્યો. “ * મદનરેખા ડીવાર રેઈ પણ તુર્ત વિચાર આવ્યો કે મણિરથે મારા પતિનું ખુન મારા રૂ૫ અને મારા દેહ માટે કર્યું છે. તેને મારી કાયા ચુંથવાની ઘેલછા લાગી છે, હું શું કરું? કયાં જાઉં? મારૂં મણિરથના રાજ્યમાં કે રક્ષક? તેણે આંસુ લુછ્યાં. પતિના દેહને ખેાળામાંથી હેઠે મુકો. સતી પતિને પગે લાગી. લતા મંડપ છોડી નાઠી. તેણે ન જોયે માર્ગ કે ન જે કુમાર્ગ, તેણે ન ગણી
For Private And Personal Use Only