________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
નમિરાજષિ - “ના! ચંદ્રયશા તારો સગો ભાઈ છે. ચંદ્રયશાના પિતા અને માતા તે તારાં માતાપિતા છે તેથી હું તેને તારે ભાઈ કહું છું. માનવ માત્ર પ્રત્યેની બંધુત્વની ભાવના ક્રોધથી ધમધમતા રણગણમાં તારામાં અત્યારે ઉતરવી ઘણી કપરી છે. હું તે તારા સગા ભાઈ પ્રત્યે યુદ્ધ કરતાં રોકવા આવી છું.’
“પૂજ્ય! હું આમાં કાંઈ સમજતું નથી. આપ આ વાત ખુબ સ્પષ્ટતાથી કહે.” રાજાએ ઉત્કંઠાથી સાવધ થઈ પુછયું.
સાધ્વીએ ગંભીર વદને કહેવા માંડયું. “સાંભળ નમિરાજ ! સુદર્શન નગરમાં મણિરથ રાજા હતા. તેના નાના ભાઈ યુવરાજ યુગબાહું હતા. આ યુવરાજ યુગબાહુને મદન રેખા નામે એક સતી સ્ત્રી હતી. મદનરેખાએ ચંદ્રયશાનો જન્મ આપ્યો. આ ચંદ્રયશા દશ વર્ષને થયો ત્યાં મદન રેખાએ બીજે ગર્ભ ધારણ કર્યો.
મણિરથ રાજાની દ્રષ્ટિ એકવાર મદનરેખા ઉપર પડી. તેણે તેને વશ કરવા ઘરેણું વગેરે ઘણુ ભટણ મેકલ્યાં પણ મદનરેખાનું ચિત્ત તેની તરફ ન ખેંચાયું.
એક વખત યુગબાહુ અને મદનરેખા લતામંડપમાં હતાં. મણિરથને આની ખબર પડી. તે ઓચિંતે લતા મંડપમાં આવ્યો. યુગબાહુએ વિનય સાચવી મેટાભાઈને પ્રણામ કર્યા. પણ મણિરથે આ સુંદર તક સમજ નીચા નમેલા યુગબાહુ ઉપર તલવાર ચલાવી યુગબાહુને ભેય ભેગો કર્યો. મદનરેખાએ રેવા માંડયું. આ કકળથી પહેરેગીરે દેડી આવ્યા પણ તે પહેલાં તે મણિરથ નાસી છૂટયો.
For Private And Personal Use Only