________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમિરાજષિ
૩૨૩ થયો. પરંતુ તેને શુકને સારા ન થયા એટલે અનપાણી ભરી નગરમાં જ રહ્યો. સુદર્શનપુરના સીમાડે સામસામાં યુદ્ધના મરચા મંડાયા. નમિરાજ સુદર્શનપુરમાં પેસવા મથતું હતું અને ચંદ્રયશા તેને ખાળવા મથતે હતે.
(૩) મહારાજ પધારે” કહી એક આધેડ વયનાં પિતાની શિબિર તરફ આવતાં સાધ્વીને નમિરાજે નમસ્કાર કર્યા.
સાધ્વી શિબિરની અંદર આવ્યાં. આસન પાથરી બેઠાં. રાજા સન્મુખ બેઠે એટલે સાધ્વીએ ઉચ્ચાયું “ રાજન્ ! આ યુદ્ધ શા માટે? એક હાથી વડીલ ભાઈને લીધે તેમાં મિથિલા છેડી આટલી સૈન્ય સામગ્રી લઈ લડવા નીકળ્યા. હાથી, પાયદળ કે સમૃદ્ધિ થેડીજ સાથે આવવાની છે. અસાર લક્ષ્મી ખાતર ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ કરવું શું વ્યાજબી છે?”
નમિરાજથી રહેવાયું નહિ. તે વચ્ચે બોલી ઉઠયો: પૂજ્યઆયઆપે સંયમ સ્વીકાર્યું છે. મહાવતેને જીવન સાથે વણ્યાં છે. આપ જુઠું ન બોલે તે હું બરાબર માનું છું પણ આપ વારે ઘડીએ ચંદ્રયશાને મારા ભાઈ તરીકે કેમ ઓળખાવે છે? તેની મને ખબર નથી પડતી. જગપ્રસિદ્ધ વાત છે કે હું પારથ રાજાને પુત્ર છું અને ચંદ્રયશા યુગબાહુનો પુત્ર છે. અમારી સાતમી પેઢીએ પણ કાંઈ સંબંધ નથી. વિદુષી સાધ્વી ! શું આપ માનવ માનવને ભાઈ તરીકે ગણવાના શુદ્ધ વિશાળ આશયથી તે ચંદ્રયાને ભાઈ તરીકે તે નથી કહેતાં ને ?”
For Private And Personal Use Only