________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
નમિરાજર્ષિ નમિરાજ પ્રત્યેને પ્રજાને પ્રેમ અને આવડત દેખી પદ્મરથ રાજાએ કૃતકૃત્યતા અનુભવી અને તેણે ચિત્ત વૈરાગ્યમાગે વાળ્યું. આ પછી પદ્મરથે સુવિહિત સાધુ પાસે ચારિત્ર લીધું અને તે સુંદરરીતે પાળી મુક્તિ મેળવી.
. (૨) નમિરાજ મિથિલાને રાજા બન્યો. તેણે જોતજોતામાં રાજ્ય ઘણું વિસ્તાર્યું અને તેજ લેકના હૃદયમાં પ્રેમ પણ વિસ્તાર્યો.
નમિરાજને ત્યાં સારૂં હસ્તિદળ, અશ્વદળ અને પાયદળ હતું. આ હસ્તિદળમાં અિરાવણ હાથી જે એક સુંદર ગજરાજ હતા. સોનાની સાંકળે, સુંદર આવાસ અને રાજાને
ત્યાં ખમા ખમાપૂર્વકના ભેજન હોવા છતાં તે હતિરાજને વિંધ્યાચળની સ્વતંત્રતા યાદ આવી. તેણે સોનાની સાંકળે તેડી, હસ્તિશાળ ભાગી અને મિથિલાને રમણભમણ કરી નાઠો. કોઈ તેને પકડી શકયું નહિ. હાથી જંગલ, ગામડાં, શહેર વટાવતા સુદર્શનપુરના સીમાડે આવ્યો. ત્યાંના રખેવાળાએ તેને ઘેરી લીધે. હાથી થાકયો પાક્યો અને ભુખ્યો હોવાથી શરણે આવ્યો. સુદર્શનપુરના રાજાએ તેને હસ્તિશાળામાં દાખલ કર્યો. .
આ વાત નમિરાજાએ જાણી એટલે તેણે સુદર્શન પુર જેતાના દૂતોને એકલી હાથીને પાછે સેંપવાની ત્યાંના રાજા ચંદ્રયશા પાસે માગણી કરી. ચંદ્રયશાએ તે વાત ન સ્વીકારી. આથી આ બન્ને રાજવીઓ વચ્ચે યુદ્ધના પગરણ મંડાયાં
નમિરાજ વિશાળ સૈન્ય સહિત સુદર્શનપુર તરફ ચાલ્યો. ચંદ્રયશા પણ પુષ્કળ લશ્કર તૈયાર કરી સામે આવવા તૈયાર
For Private And Personal Use Only