________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયોગ ત્યાગ
ચા ને નમિરાજર્ષિ
(૧) શિથિલાના રાજા પદ્મરથ અને રાણી પદ્મમાળાને પુત્ર નહે. આથી રાજા રાણી બનને ખુબ ખિન્ન રહેતાં. પણ કુદરતના નિયમમાં માણસનું ડું ચાલે છે. એક વખત ‘પદ્યરથ વનમાં જઈ ચડયો અને તેણે એક વૃક્ષ નીચે કલેલ કરતા તુર્તના જન્મેલા બાળકને દેખે. રાજાએ તેને ઉપાડો અને લાવીને પદ્મમાળા રાણીને આપે.
રાજાએ મિથિલામાં પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યું. લેકેને શંકા તે પછી પણ તેમાં તે બહુ ઉંડા ન ઉતરતાં રાજા સાથે જન્મ મહોત્સમાં જોડાયા. આ પુત્ર જ્યારથી ઘેર આવ્યો ત્યારથી રાજાને પ્રતાપ વધવા લાગે અને સીમાડાના રાજા એક પછી એક આવી નમવા લાગ્યા. રાજા આ બધો પ્રતાપ પુત્રના આગમનને સમજ્યો અને તેથી તેણે તેનું નામ નામરાજ પાડયું.
નમિરાજ ધાવમાતાથી ઉછેરાત બાલ્યવય પસાર કરી કિશોર અવસ્થા અને ત્યારપછી યુવાવસ્થાને પહોંચ્યો. નમિરાજ જોત જોતામાં સેંકડે રૂપરૂપના અંબાર સરખી નવયૌવનાઓને પરણ્યો.
For Private And Personal Use Only