________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપિલકેવલીકથા
૩૧૯ ધન ઉપરથી ઉતરી ગયું અને અને સાથે જ બે માસ સુવર્ણ માટેની લાલસા પણ ઠરી ગઈ.
તેને તેને ભૂતકાળ યાદ આવ્યો. માતાએ મને શ્રાવસ્તી વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. ઈન્દ્રદત્ત મને ખાવાની ગઠવણ ભાગુવા માટે કરી આપી. હું માતાને દ્રોહ કરી વિદ્યાભ્યાસને બદલે વિષયાભ્યાસમાં પરોવાયે. ઈન્દ્રદત્ત પુરોહિતની ભલી લાગણીને મેં દુરૂપયોગ કર્યો. મિત્રપુત્ર જાણી મને ખાવાની વ્યવસ્થા કરી આપી અને જેને ઘેર વ્યવસ્થા કરી આપી તેનીજ દાસી સાથેજ હું હળ્યો. મેં વિચાર ન કર્યો માતાને, ન કર્યો ઈન્દ્રદત્તને, ન કર્યો બ્રાહ્મણધર્મના કુલાચારને કે ન કર્યો પિતાની આબરૂને. મારે હવે રાજાનું રાજ્ય જોઈતું નથી કે મારે દાસીની પ્રસન્નતા નથી જોઈતી. કપિલને પતાના દુરાચાર પ્રત્યે તિરસ્કાર જાગ્યો. આ અતિ ગાઢ પશ્ચાતાપ પછી તેનું મન વરાયે વળ્યું.
તેણે ત્યાંજ અને સ્વયં લેચ કરી મુનિને વેષ ધારણ કર્યો અને તે પહેરી કપિલ રાજાની પર્ષતામાં આવ્યા અને બેલ્ય
यथा लाभस्तथा लोभो लाभाल्लोभः प्रवर्धते माषद्वयाश्चितं कार्य, कोटयापि नहि निष्ठितम् ।।।
હે રાજન ! જેમ લાભ થાય તેમ લેભ વધે છે. મારે કામ માત્ર બે માષનું હતું. આ પ્રસન્ન થયા અને માગે તે આપું કહ્યું તેથી મારું ચિત્ત લોભે ચડયું. તે ચિત્ત લાખ અને કરોડે પણ શાંત નથી થતું. રાજન હવે મારે આપની પાસેથી કાંઈ જોઈતું નથી. જે જોઈએ તે મારામાં પિતાનામાં રહેલ સંતેષ ધન છે. અને તે આ
For Private And Personal Use Only