________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
કપિલવલકથા કપિલ તુર્ત પગે પડશે અને બોલે “માતા યશાએ મને આપની પાસે ભણવા મોકલે છે. મારું નામ કપિલ અને હું કૌશામ્બીના રાજ્યપુરહિત કાશ્યપને પુત્ર છું”
ઈન્દ્રદત્ત અભ્યાસ પુરે થયા બાદ તેને સાથે લઈ ઘેર ગયા. તેને નવરાવ્યો, જમાડ અને આદરથી પોતાને ત્યાં રાખે.
બે ચાર દીવસ થયા ત્યા ઈન્દ્રદત્ત વિમાસણમાં પડયા. મિત્ર પુત્રને ના કહેવાય નહિ અને રોજ ઘર ખવરાવે પિષાય પણ નહિ. શું કરવું? વિચાર કરતાં કરતાં પાડોશમાં રહેતા શાલિભદ્રના ઘરની તેમને યાદ આવી.
અનાધ્યાયને દિવસ હતો. ઉપાધ્યાય ઈન્દ્રદત્ત અને કપિલ બન્ને ઘેરથી નીકળ્યા. એક જાણે ગજરાજ અને બીજું જાણે યૌવનમાં પ્રવેશતું ગજ બચ્યું. શાલિભદ્રને ઘેર જઈ ઈન્દ્રદત્તે “વે ભુર્ભુવઃ સ્વઃ અને મંત્રોચ્ચાર આરંભ્યો.
શાલિભદ્દે બન્નેનું સ્વાગત કર્યું અને મહાવિદ્વાન ઈન્દ્રદત્તને પધારવાનું કારણ પુછયું. ઈન્દ્રદત્તે કહ્યું “શ્રેષ્ઠીવર! કામ તે બીજું કાંઈ નથી પણ આ સાથે આવેલ યુવાન મારા મિત્રને પુત્ર છે. તેને ભણવું છે. બ્રાહ્મણપુત્ર ભિક્ષા માગી લાવી ભણી શકે છે પણ આની ઉંમર માટી થઈ છે અને અભ્યાસ ઘણે કરવાને છે તો કોઈ સારા ધનિકને ત્યાં જમવાની સગવડ થાય તે સુખે ભણી શકે. શ્રેષ્ઠિવર ! ભણતાને ટેકે આપ એ મહાફળ છે.”
શાલિભદ્રે કહ્યુ “મહારાજ ! સુખેથી તેમને મોકલજે. યુવાન સામું જોઈ તેણે કહ્યું “તમે રોજ ઘેર આવજે અને બે વખત જમી જજે.'
For Private And Personal Use Only