________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
સતી અંજના
પાછી ફરીને એ કયાં જાય! ઊંચે આભ નીચે ધરતી! એને આશરે આપનાર કોણ હતું? માનવી માત્ર એને જાકારે દેતું હતું. કોઈ એના ભગ્ન હૃદયને આશ્વાસન આપે એમ હતું નહિ.
ભૂખ અને તરસથી પીડાતી અંજનાએ બબડવા માંડયું હે કુળની આબરૂનું જતન કરનાર મારી સાસુ! તમે મને ભ્રષ્ટાને ઘરમાંથી કાઢી મૂકીને તમારા ઘરની આબરૂને અખંડિત રાખી એ સારું જ કર્યું છે! અને પિતાજી! તમે પણ તમારી કલંકવાન પુત્રીને તમારા બારણેથી ધક્કા મરાવીને દૂર કરી એ સર્વથા રેગ્યજ છે! અને પ્રિય પ્રસન્નકીર્તિભાઈ ! તને પણ મારા અભિનંદન છે કે તું તારી બહેનની પાપમય કાયાને અરણ્ય ભેગી કરી. પણ હું આમ કટાક્ષ શા માટે કરૂં છું ! એમાં એ લેકોને શે દેષ! મારા નશીબને જ વાંક! વિધિની સામે થવાથી ફાયદે પણ શે? કર્મને જ કંઈ વાંક હશે? આજે મારા પતિ મારી નિકટ નથી. પતિ વિનાની પત્નીને કેવાં કેવાં કઢે સહન કરવો પડે છે એને અનુભવ મને આજે થાય છે!”
આમ રેતી કકળતી અંજનાએ જંગલનાં ઝાડે અને પશુઓને રોવરાવ્યાંજ હોય એમ ઝાડ ઉપરથી પાન ખરવા લાગ્યાં. આ અરસામાં અમિતગતિ મુનિ મળ્યા. તેમણે ધર્મલાભ આશિષ આપી અને તેને તેને પૂર્વભવ કહી સંભળાવી ધીરજ આપી.
(૪) નવમાસ બાદ અંજનાએ એક પરાક્રમી પુત્રને જન્મ આપે. પણ એ પુત્રજન્મને ઉત્સવ ઉજવવા માટે અત્યારે
For Private And Personal Use Only