________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતી અંજના
૩૦૧ લગાડવામાં આવેલું કલંક સાચું છે કે હું એની તમને ખબર નથી તે પછી તમે કેવી રીતે એને ભ્રષ્ટા કહી રહ્યા છે? ગમે તેમ તેઓ તમે એના પિતા છે! તમારી એ પુત્રી છે! રૂકછેરૂ થાય પણ માવતર કમાવતર ન થાય એ કહેવત અનુસાર આપે ઉદાર મને એને આશરે આપજ જોઈએ.”
પરંતુ રાજાના મન પર મંત્રીનાં એ વચનેની કશીજ અસર થઈ નહિ. રાજાએ કહ્યું “તમારું કહેવું ગમે તેટલું યથાર્થ હોય તે પણ હું તે માનવાને તૈયાર નથી. મને થાય છે કે પવનંજયને અંજના પ્રત્યે મૂળથી પ્રીતિ નથી. એ અંજનાને તિરસ્કાર આવ્યું છે. એ સ્થિતિમાં અંજનાને પવનંજયથી ગર્ભ રહે એ વાત તદ્દન અસંભવિત છે. એની સાસુએ કાઢી મૂકી એ બરાબર છે. હું પણ કાઢી મુકીશ. હવે અરણ્ય એજ એને આસરે છે.”
પિોતાના પિતાના મુખથી આવા અપમાનભર્યા શબ્દો સાંભળી બિચારી અંજનાની આંખમાં આંસુની નીક વહેવા લાગી. એણે આંસુને રોકવા ઘણા પ્રયત્ન કર્યો પણ એનાથી આંસુ રેકી શકાયાં નહિ. એણે પિતાના પિતાને “પિતા” એટલું સંબોધન કરવા પ્રયત્ન કર્યો પણ એ શબ્દ જીભ પર આવતાં પહેલાં જ મરી ગયા.
દુઃખની અવધિ જાણે બાકી રહી હોય એમ પ્રતિહારીએ અંજનાને હાથ ખેંચી એને બારણું બહાર ધકેલી દીધી. ચોધાર આંસુએ રડતી નોધાર અંજના એની પ્રિય સખી વસંતતિલકાની સાથે નગર બહાર પાછી ફરી. .
For Private And Personal Use Only