________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
સતી અંજના
નામની સંજ્ઞાવાળી એક રત્નજડિત મુદ્રિકા આપી હતી. એ મુદ્રિકા અંજનાએ બતાવી અને કહ્યું “તમે મારા પર વિશ્વાસ રેખા, તેઓ રાત્રે અહિં આવ્યા હતા, પરપુરૂષને સંગ મેં સે નથી. હું તદ્દન નિર્દોષ છું.” પણ સાસુએ આ વાત માની નહિ અને તેણે પ્રલાદ રાજાને કહ્યું “પુત્રવધુ કુલટા છે એકલે તેને તેના પિતાને ઘેર.”
રાજાના અનુચરે અંજનાને એક રથમાં બેસાડી તેના પિતાના નગર મહેન્દ્રપુર નજીક મૂકી આવ્યા. અંજનાની સાથે હતી માત્ર એક એની પ્રિય સખી વસંતતિલકા.
અંજનાને મનમાં એમ હતું કે મારા પિતા મને જરૂર આશ્રય આપશે. આથી એણે પોતાની સખી વસંતતિલકાને પિતાના પિતાના પ્રતિહારી પાસે મેકલી. વસંતતિલકાએ એ પ્રતિહારી મારફત અંજનાના આગમનના સમાચાર તેના પિતા પાસે પહોંચાડયા. અંજનાની આ અવસ્થા જાણી પિતા ગંભીર વિચારમાં પડી ગયા અને કલંકવતી પુત્રીને ઘરમાં આશરો આપ કે નહિ એ પ્રશ્નમાં જ એની બુદ્ધિ વમળ લેવા લાગી. એટલામાં એને પુત્ર પ્રસન્નકાતિ આ. એને પિતાએ સર્વ હકીકત કહી વાકેફ કર્યો. - તત્કાળ પ્રસન્નકીર્તિએ અંજનાને તિરસ્કાર કરતાં કહ્યું કે “જા દુષ્ટા! ચાલી જા! તારા જેવી લંકિતાને અમારા ઘરમાં સ્થાન નથી.”
રાજાના એક બુદ્ધિમાન અને વિચારક મંત્રીએ રાજાને કહ્યું “આપ આમ ગુસ્સે થાય છે તે એગ્ય નથી. એના પર
For Private And Personal Use Only