________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
મહાત્મા દઢપ્રહારી પાપી, બ્રાહ્મણ, સ્ત્રી, ગાય, બાળકને હત્યારે, એકે પાપમાં મારી કચાશ નહિ, હું ક્યાં છુટીશ અને મારું શું થશે ?”
દઢપ્રહારી કુશસ્થળથી બહાર નીકળ્યો. સાથીદારે ક્યાં ગયા અને હું કયાં જાઉં છું તેની તેને ખબર ન હતી.. તેની નજર સમક્ષ તરફડતો ગર્ભ અને બાળકોની કકળ તરવરતી હતી. અને તેને મનમાં થયા કરતું કે મારાથી અધિક કેઈ મહાપાપી માનવી જગમાં હશે ખરે.” થોડે દૂર ગયો અને એક વડના ઝાડ તળે બેઠે. પરાક્રમ અને ખુમારીથી આજે થનથનતા દૃઢપ્રહારી સાવ લેથ જે થઈ ગયો હતો. તેને તેનું બળ અને પરાક્રમ કારમાં લાગ્યાં. ચેરી ઉપર કંટાળે ઉપ અને જીવન ઉપર પણ કંટાળે આવ્યું. તેને થવા માંડયું કે હું કોની પાસે જાઉં તે શાંતિ વળે અને કેણું મારે ઉદ્ધાર કરે. ત્યાં આકાશમાંથી પસાર થતા બે ચારણ મુનિએને તેણે જોયા. દઢપ્રહાર ઉભે થયે. તેણે હાથ જોડયા. મુનિઓ નીચે ઉતર્યા. અથથી ઇતિ સુધીનાં પિતાના પાપે નિખાલસભાવે દઢપ્રહારીએ કહ્યાં અને કહ્યું “મહારાજ! મારા સરખા પાપીને ઉદ્ધાર થશે ખરો.”
સાધુએ કહ્યું “ઉદ્ધાર અને અધઃપાત પિતાના હાથની વાત છે. આકરામાં આકરાં પાપ આકરા પશ્ચાતાપ અને સંયમથી જરૂર દૂર થઈ શકે છે.”
દઢપ્રહારીએ કહ્યું “ભગવંત! તે હું કરેલા પાપના પશ્ચાતાપ માટે આકરામાં આકરા જે કાંઈ ઉપાય હોય તે બધા સ્વીકારવા તૈયાર છું.’
દઢપ્રહારીએ સંયમ લીધું અને સાથે જ નિશ્ચય કીધે
For Private And Personal Use Only