________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
મહાત્મા પ્રહારી
થોડા દિવસમાં તે દઢપ્રહારીની હાક વાગવા લાગી. ગામડાં તે શું પણ મેટાં શહેરે પણ તેનાથી ધ્રુજવા લાગ્યાં. દૃઢપ્રહારીનું નામ પડે અને લેક માલમિલક્ત છોડી નાસી જાય. કઈ ભૂલે ચૂકે સામો થાય તે દઢપ્રહારી એક ઝટકે બે ઘા કરી નાંખે. તેણે ઘણી લુટ કરી અને ઘણુંના જાન લીધા.
(૨) એક વખત દઢપ્રહારી સાથીદાર સાથે કુશસ્થળ ઉપર ત્રાટક. આ ગામમાં એક દેવશર્મા બ્રાહ્મણ રહે. તે નિર્ધન ઘણે તેમ છેકરાં યાંથી વીંટળાયેલો પણ ઘણે. ઘણે દીવસથી તેનાં છોકરાં તેને કહે કે “બાપા! આપણે ત્યાં ખીર બનાવોને ?” દેવશર્માએ કોઈના ત્યાંથી દૂધ, કેઈના ત્યાંથી સાકર તે કોઈના ત્યાંથી ચેખા માગી બ્રાહ્મણી પાસે ખીર બનાવરાવી પતે નદીએ નાવા ગયે. થોડી વાર થઈ ત્યાં ઉઘાડા શરીરે શ્વાસભેર રડતાં નાઠા આવતાં પિતાના બે છેકશને દેખ્યાં. બ્રાહ્મણે ભીના કપડે નદીમાંથી બહાર નીકળી પડ્યું કે કેમ રડે છે?” છોકરાઓએ કહ્યું “ગામમાં લુંટારા આવ્યા છે. તેમને કેઈનું ઘર ન મળ્યું તે આપણે ત્યાં આવી કાગડાની પેઠે ટપટપ ખીર ખાઈ જાય છે. બાપા! અમને આર અપાવે. અમારા માટે તે જરાય નહિ રહેવા દે.”
બ્રાહ્મણ ગામ તરફ દેડ અને એક જાડી દરવાજાની ગળ લઈ ખીર ખાતા લુંટારાના માથામાં એક પછી એક ચંઢી. એક પડયે, બીજાને ટાંટીયો ભાગ્યો તે ત્રીજો લેહી
For Private And Personal Use Only