________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાર્ણવ
વર્ધિત આ
હવા
કરે છે
વિકૃર્વિત આવાસમાં રહ્યા. તુર્તજ તેમણે યવનરાજ પાસે દૂત મેકલ્યો અને કહેવરાવ્યું કે “હે રાજન ! શ્રી પાર્શ્વકુમાર મારા મુખથી તમને આદેશ કરે છે કે પ્રસેનજિત રાજાએ મારા પિતાનું શરણું સ્વીકારેલ હોવાથી નગરીને ઘેરે ઉઠાવી લે અને તમે તમારા સ્થાને ચાલ્યા જાઓ.” યવનરાજને દૂતના આ શબ્દો સાંભળતાં ક્રોધ ચડયો. અને તેણે દૂતને કહ્યું “તું રાજદ્દત હોવાથી અવધ્ય છે. તું પાછો જા અને બાળક પાર્શ્વકુમારને કહેજે કે “યુદ્ધ તે ખેલાડીઓનું છે. વૈભવીએનું નથી. જીવવાની ઈચ્છા હોય તો પાછા ચાલ્યા જાઓ.” દૂતે ફરી કહ્યું “રાજન ! પાશ્વકુમાર દયાળુ છે તે કેઈને મારવા ઈચ્છતા નથી માટે જ તમને આ સંદેશે કહેવડાવ્યો છે. જરા વિચાર તે કરો કે ત્રણ જગતના પતિ થવા યોગ્ય પાર્શ્વકુમાર કયાં અને ખાબોચીયા જેટલા રાજ્યના રાજવી તમે કયાં?' દૂતના આ વચને યવનરાજના સૈનિકે એ હથિયાર ખખડાવ્યાં પણ એક વૃદ્ધ મંત્રી વચ્ચે પડી બોલી ઉઠયો
જરા સમજે, આ પાશ્વકુમાર કોણ છે? તેને વિચાર તે કરે. ઈન્દ્ર જેવા જેના સેવકે છે. તેની આગળ તમારી લઢવાની શી મજાલ છે? તે તમને સાચી વાત કહી છે. હજી મેડુિં થયું નથી, પાર્શ્વકુમાર દયાના સાગર છે તે સર્વ અપરાધ ભૂલી જશે!” યવનરાજ ઠડે પડયો. તેને મૂર્ખાઈ માટે લજજા આવી. અને કંઠમાં કુહાડે બાંધી મુખમાં તૃણુ રાખી ભગવાન પાસે આવ્યો અને કહેવા લાગ્યો. “હે ભગવાન! મારા અવિનયની ક્ષમા આપો. મેં મારી શક્તિને વિચાર કર્યા વગર આ દુષ્કૃત્ય કર્યું છે. હું આપને સેવક છું.”
For Private And Personal Use Only