________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
કીતિધર અને સુકેસલ મુનિ તે સાંપડે છે. હું સંયમ લઉં છું. સૌએ કચવાતા દિલે સંમતિ આપી અને કીર્તિધર રાજવી કીર્તિધર મુનિ બન્યા.
પ્રજા અને પ્રધાને બાળરાજા સુકેશલનું કીર્તિધર રાજાની પેઠે બહુમાન અને સન્માન કરે છે અને તેને રતનની પેઠે ઉછેરે છે. રાજમાતા સહદેવી પુત્રની વૃદ્ધિ અને પ્રજાજનોને પ્રેમ દેખી આનંદ પામે છે. છતાં તેને એક વાત તે હૃદયમાં બરાબર ડંખે છે કે પતિનું કુળ યુવાન વયે રાજ્યને છોડી સંયમ માગે સંચરનાર છે. અને આ મારો પુત્ર સાચા રાજા બની દિગ્વિજયી થાય તે પહેલાં રખે સંયમ માર્ગે ન ચડી જાય. આથી તેણે નગરમાં આવતા ત્યાગીઓને અટકાવ્યા અને હતા તેઓને દૂર ખસેડયા. કેમકે એને કઈ ત્યાગીને દેખી તેને ત્યાગના સંરકાર જાગે. હંમેશાં દર્શનજ શ્રદ્ધા અને જિજ્ઞાસા પ્રગટાવે છે.
સુકેશલકુમાર દિનપ્રતિદિન વધતો યુવાવસ્થાને પામ્યું. તેને સહદેવીએ સુંદર રાજકન્યાઓ સાથે પરણાવ્યું. અને તેના સુખથી સુખ માનતી સહદેવી પણ સુખપૂર્વક સમય પસાર કરવા લાગી.
કીર્તિધર મુનિ ગ્રામાનુગ્રામ વિચરતા સાંકેતપુર પધાર્યા. વૃદ્ધ દ્વારપાલકે રાજર્ષિને ઓળખ્યા એટલે નગરમાં પેસતાં ન રોક્યા. મુનિ રોજ આમ ગેચરી સમયે નગરમાં આવે છે અને વહોરી પાછા નગર બહાર જાય છે.
એક વખત સહદેવી અને સુકેશળની ધાવમાતા ગેખે. બેઠાં હતાં સહદેવીએ દૂર દૂર મધ્યાહૂને ગેચરીએ નીકળેલ કીર્તિધરને જોયા. જેમાં તેનું મસ્તક નમ્યું પણ સાથેજ મેહે
For Private And Personal Use Only