________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
અમરકુમાર
કઈ મળે તેને કહે કે “મને બચાવે. બચાવે.' પણ તેને કેઈએ હામ ન આપી.
શહેરની મધ્યમાં દુકાને બેઠેલા દયાળુ ગણાતા લાખપતિ શેઠીઆઓને પ્રણામ કરી અમરકુમારે કહ્યું “ગાય, પશુ, પંખી બધાને બચાવનારા, પાંજરાપોળ ચલાવનારા હે મહાજને ! મને બચાવે. મારી પાપિણી જનેતાની ધનની ઈચ્છા મને વેચાતે ખરીદી પુરી કરે. હું તમારો દાસ થઈશ. જીંદગી સુધી સેવા ઉઠાવીશ.
“પશુ પંખીની દયા ખાનારા હે મહાજને શું મારી દયા નહિ ખાઓ.”
મહાજનેએ કહ્યું “બાળક! પૈસાને આમાં પ્રશ્ન નથી. તું કોઈ સામાન્ય માનવીને ત્યાં જતા નથી. તું રાજાને ત્યાં વેચાયેલું છે. એને કેપ નિરર્થક કેણ વહેરે.”
રાજસભામાં ભદ્રા, અમરકુમાર અને કેટવાળ હાજર થયા. રાજાને અને પરહિતને બાળક બતાવી કોટવાળે બાળકને ખરીદ્યાની વાત કરી.
મહારાજા! પ્રજા સમગ્રના આપ પાળક પિતા છે. પિતા બની વન્સને હામ ન કરો. હું નિરપરાધી પ્રજાજન છું મને બચાવે.
અમરકુમાર! હું બળાત્કાર કરતા નથી. મેં ઢંઢેરો પીટાવ્યો. તારી માતા રાજીખુશીથી મને સેંપવા આવી છે તારા ઉપર ખરો હક તેને છે.
પ્રજામાત્ર ઉપર હક ધરાવતા રાજન્ ! મારા ઉપર હક નથી તેમ ન કહો. પણ તમારી ન્યાયચક્ષુ ચિત્રશાળાની
For Private And Personal Use Only