________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાર્ણવ
નવ હાથની ઉંચાઈવાળા થયા અને જગતને કામણ કરનાર યૌવન વયને પામ્યા. યવનને પરાભવ અને પ્રભાવતી દેવી સાથે લગ્ન.
એક વખત અશ્વસેન રાજા રાજસભામાં બેસી જિનધર્મની કથાઓ સાંભળવામાં તત્પર હતા. તેવામાં એક રાજ પુરૂષ સભામાં આવ્યો અને રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યો “હે રાજન! કુશસ્થળ નામના નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા હતા. તેણે જૈનધર્મમાં સ્થિર રહી ઘણું વખત સુધી રાજ્ય પાળ્યું. અંતે તૃણવત્ રાજ્યને છોડી દીક્ષા અંગીકાર કરી. હાલ કુશસ્થળનું રાજ્ય તેને પુત્ર પ્રસેનજિત ચલાવે છે. તેને એક દેવાંગનાઓને પણ શરમાવે તેવા રૂપવાળી પ્રભાવતી નામે પુત્રી છે. આ પ્રભાવતી એક વખત સખીઓ સાથે ઉદ્યાનમાં ગઈ ત્યાં તે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને પૂજી પાછી ફરતી હતી તેવામાં તેણે કિન્નરીઓનું ગીત સાંભળ્યું. પ્રભાવતી ક્ષણભર ઉભી રહી. ધ્યાનથી સાંભળતાં તેને સમજાયું કે આ ગીત પાર્શ્વનાથની સ્તુતિનું હતું. પ્રભાવતી ઘેર આવી પણ તેનું ચિત્ત કિનરીઓના ગીતમાં ચૂંટયું હતું, ઉંઘમાં પણ તે ગીતની કડીઓ ગાતી અને પાર્શ્વનાથના ગુણગાનને પ્રકાશતી. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ રાજકુમારી સૂકાવા લાગી. સખીઓએ માતપિતાને કહ્યું કે “પ્રભાવતીનું ચિત્ત પાશ્વ કુમારમાં લાગેલું છે. જો કે તેણે તેમને જોયા નથી તે પણ કિન્નરીઓના ગીતમાં તેમનું નામ સાંભળ્યા પછી તેને જગતની કઈ વસ્તુ ગમતી નથી. રાજા અને રાણી પણ
For Private And Personal Use Only