________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૫
પાસુ છુ. આ વૈભવ અને સમૃદ્ધિ તેમને પૂર્વભવના તપના પ્રતાપે મળી લાગે છે. હું પણ તપ કરૂં, મને આ ભવમાં નહિ મળે તે પરભવમાં જરૂર સમૃદ્ધિ મળશે. તેણે તાપસવ્રત ગ્રહણ કર્યુ અને ઉગ્ર પંચાગ્નિ વિગેરે તપ કરવા માંડયું. આથી જતે દિવસે તે કમઠ તાપસના નામે પ્રસિદ્ધ થયા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ.
આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં વારાણસી નામે નગરી હતી. તે નગરીમાં ઇક્ષ્વાકુ વંશ વિભૂષણ અશ્વસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને સર્વ સ્રીઓમાં શિરામણી વામાદેવી નામે પટરાણી હતી. સમય જતાં તેની કુક્ષિમાં સુવ`બાહુ રાજાને જીવ પ્રાણુતકલ્પથી ચ્યવી ચૈતર ૧૪૪ના દિવસે વિશાખા નક્ષત્રમાં ઉત્પન્ન થયા. વામાદેવીએ તીર્થ કરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ત દેખ્યાં. રાજાએ અને ઇન્દ્રોએ સ્વમનું ફળ કહ્યુ. વામારાણી આનંદ પામ્યાં. અને પૂર્ણ માસે પાષ સુદ દશમના દિવસે અનુરાધા નક્ષત્રમાં સર્પના લાંછનવાળા નીલવણી' પુત્રને જન્મ આપ્યા. દિğમારીકાઓએ સૂતિકમ કર્યું. ઇન્દ્રોએ સ્નાત્રમહાત્સવ કર્યાં અને પિતાએ પણ પુત્રજન્મને ઉત્સવ નગરમાં પ્રવર્તાયે. -
સારા મુહૂતે રાજાએ પુત્રનુ પાર્શ્વ એવું નામ પાડયું. કારણ કે જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાએ કાળિ રાત્રિએ પણ પડખે થઇને જતા સર્પને જોયા હતા. આ પછી અપ્સરાઓથી લાલન કરાતા જગત્પતિ રાજાએાના એક ખાળેથી ખીજે ખેાળે સંચરતા વૃદ્ધિ પામ્યા અનુક્રમે
For Private And Personal Use Only