________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ૬
નમસ્કાર મંત્ર મરણ
યા ને અમર કુમાર
(૧) સર્વ રીતે શાંતિ વન્યા પછી મહારાજા શ્રેણિકે રાજગૃહીમાં મહાન ચિત્રશાળા આરંભી. તેમાં પશુ, પંખી, દેવ અને કુદરતી અનેક દ ચિતરાવ્યાં. કેઈ આગંતુકે આ સાચાં દશે છે તેમ માની તેને પકડવા જતાં વિલખા પડતા. રાજાએ ચિત્રશાળાનું ભવ્ય પ્રવેશદ્વાર કરાવ્યું. પ્રવેશદ્વાર ઉપર પણ અનેકવિધ ચિત્ર અને છેટેથી સૌનું ધ્યાન ખેંચે તે તેને આકર્ષક દેખાવ કર્યો. પણ બીજે જ દીવસે સવારે રાજાએ સાંભળ્યું કે ચિત્રશાળાને દરવાજે કકડભૂસ કરતે પડી ગયે.
શ્રેણિકને શરૂઆતમાં દુઃખને આંચકો લાગે પણ જરા વિચારતાં તે હળવે થયે અને તેણે પાકાપાયાથી મજબુત રીતે તેનું કામ આરંગ્યું. પહેલા કરતાં સવાઈ શેભાવાળું ભવ્ય દ્વારગૃહ બનાવી રાજાએ નિરાંત વાળી ત્યાં બીજે દીવસે સવારે રાજાએ કાને ફરી દરવાજે તુટી પડ્યાના સમાચાર સાંભળ્યા.
For Private And Personal Use Only