________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
ઝાંઝરિયા મુનિની કથા આ નિશ્ચય થતાં રાણુની આંખે અંધારા આવ્યાં. એ ભાઈ! કહેતાં રાણી હેઠી પડી અને રાજાનું હૃદય મુનિની હત્યાના પાપથી ધબકવા લાગ્યું.
રાજન! આ મારા બાંધવ મુનિને કાલે દેખી મારી આંખમાં આંસુ આવ્યાં હતાં. તેણે બત્રીસ સ્ત્રીઓ છેડી છે. તેણે રાજ્યવૈભવ તજે છે. તેણે ઘેર મુનિના ઉપસર્ગો સહ્યા છે. એવા પવિત્ર મારા નહિ જગત્ આખાના સુજનજનના મારા બનેલા મુનિના ઘાતક નરપિશાચની આપ ખબર લે.
આર્યો મુનિઘાતક નરપિશાચ બીજે કઈ નહિ પણ હુંજ એને ઘાતક મહાપાપી છું. હું રાજ્યધર્મ માનવધર્મ ભૂલ્યા અને તારા આંસુની મેં ઉંડી તપાસ વિના તેને જાર માની હણાવ્યું. રાણી! હું ઋષિઘાતક મહાપાપી હત્યારે કયાં છૂટીશ.
રાજા રાણી બને આંસુડા સારતાં નગર બહાર નીકળ્યાં અને ઋષિના મૃતક આગળ ગદ્ ગદ્ સ્વરે રેવંતે રાજ મુનિવર આગળ બેઠે માન મેલીને ખપાવે રે ભૂપતિ સમતા સાયરમાં પેઠે.
તીવ્ર પશ્ચાતાપે ત્રાષિહત્યારે રાજવી મુનિના કલેવર આગળ તીવ્ર પશ્ચાતાપ કરતો ઝાંઝરીયા મુનિના ગુણને ગાતે કેવળ જ્ઞાન પામ્યું. - શંકા એ પાપનું મૂળ પણ રાજાને શંકાએ પાપ કરાવ્યું છતાં તેમાંથી તીવ્ર પશ્ચાતાપે કૈવલ્ય અપાવ્યું.
[ સજઝાયમાળામાંથી ]
For Private And Personal Use Only