________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
શંકા
ચાને ઝાંઝરિયા મુનિની કથા
(૧)
પ્રતિષ્ઠાનપુર નગરમાં મકરધ્વજ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને મદનસેના નામે રાણી હતી, જાણે કામ અને રતિ સાક્ષાત્ મનુષ્યરૂપે ન જન્મ્યા હોય તેમ આ રાજા અને રાણી શોભતાં હતાં.
સંસારસુખ ભેગવતાં તેમને ત્યાં એક પુત્રને જન્મ થયે. રાજા અને રાણીએ પોતાના નામને અનુરૂપ તેનું નામ મદનબ્રહ્મ રાખ્યું.
મદનબ્રહ્મને રાજાએ બત્રીશ સ્ત્રીઓ પરણાવી. પિતા અને માતાની શીતળ છાયામાં ઉછળતા મદનબ્રહ્મ દુનિયાના બધા વૈભવ અનુભવ્યા.
એક વખત ગેખે મદનબ્રા બેઠા હતા, ત્યાં તેણે એક મેટે ઇંદ્રમહત્સવ જે. રંગબેરંગી કપડાં પહેરી લેકોને જતા દેખ્યા. અને આખું નગર આનંદથી થનથની રહ્યું દેખ્યું.
મદનબ્રહ્મ સેવકને પૂછયું કે “આ શું છે?” સેવકે જવાબ આપે કે “આ ઈન્દ્રમહોત્સવ છે.” ૧૭
For Private And Personal Use Only