________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
ધન્ન ભિક ખરેખર આ ધનાઢય આગળ રંક છું. દુનીયાના રસની લાહણ રસિકો કેવી ભેગવે છે તેનું સ્વપ્નમાં પણ મને ભાન નથી તે હું અહિં નિહાળું છું. શું આ હવેલીનાં રત્નજડિત ચિત્રો! શું આ હવેલીનાં પગથારે! ઝામરો! સ્કટિક રત્ન મય ભૂમિ અને શું વૈભવ! એક પછી એક માળ ચડતાં રાજા મનુષ્યગતિને પામર માનવી એક પછી એક દેવકમાં જતો હોય તેમ તેને લાગ્યું. ચોથે માળે રાજા સિંહાસન ઉપર બેઠો. તેણે આસપાસ નજર કરી ભદ્રાશેઠાણને પુછયું શાલિભદ્ર કયાં ?
મહારાજ! બોલાવી લાવું. ઉપર તે સાતમે માળે છે!
વત્સ! કહી માતાએ સાતમે માળે પગ ધર્યો. પુત્ર બેઠા થા. માતા ભાગ્યેજ ઉપર આવતાં તેથી શાલિભદ્રને લાગ્યું કે જરૂર કઈ અવશ્ય કામે માતા પધાર્યા છે. - શાલિભદ્ર માતાને ચરણે પડે અને પુછયું માતા શી આજ્ઞા ?
પુત્ર! આપણે ત્યાં શ્રેણિક રાજા પધાર્યા છે તેને તું ઓળખી પરિચય કર.”
માતા! એમાં મને શું પુછે છે. શ્રેણિક હેય રાજા હોય કે ગમે તે હોય તેની જરૂર હોય તે આપ વેચાત ખરીદી લે. મારે કાંઈ ઓળખ નથી કરવી અને પરિચયે નથી કરવો.
પુત્ર! શ્રેણિક કરિયાણું નથી. એ તે આપણું સ્વામિ, રાજા, એની કફ મરજીએ આપણે ઘડીકમાં ઉખડી જઈએ.
શું માતા શ્રેણિક આપણે ઉપરી છે? આપણે સ્વામિ? એની કફ મરજીએ આપણે ઘકમાં રેળાઈએ, આપણે પામર
For Private And Personal Use Only