________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેપર
ધન્ના માલિક
દાસીના સંદેશા પછી પુત્રવધુઓએ પગ લુંછી કંબલે કાઢી નાખી અને નિર્માલ્યના કુવામાં નાંખી દીધી.
(૪) ચિલણા રાણી ગોખે બેઠી હતી તેણે રત્નકંબલે વેચી પાછા ફરતા વ્યાપારીઓને દીઠા અને દાસી દ્વારા પુછાવ્યું કે કંબલે ક્યાં ગઈ?” વ્યાપારીઓએ કહ્યું “ભદ્રાશેઠાણુએ સોળસેળ કાંબળે લઈ લીધી.”
ચેલણને રાજાની કૃપણુતા અને અરસિક્તા ઉપર માઠું લાગ્યું. તેણે હઠ લીધી કે મારે રત્નકંબલ જોઈએ. રાજાએ આ વાત અભયકુમારને કરી. અભયકુમારે એક મંત્રીને ભદ્રા શેઠાણીને ત્યાં મેક અને રત્નકંબલની માગણી કરી. - ભદ્રામાતાએ બહુ સંકેચાતાં કહ્યું “રત્નકંબલે તે આજેજ પુત્રવધુઓએ નિર્માલ્ય કરી કુવામાં ફેંકી દીધી છે અને આવી નિર્માલ્ય વસ્તુ રાજાને કેમ ધરાય?”
પ્રધાન દ્વારા અભયકુમારે આ વાત સાંભળી રાજાને કહી. રાજા રાણી અભયકુમાર સૌ આશ્ચર્ય પામ્યાં. આ પૂણ્યશાળી નાગરિક આપણા નગરમાં વસે છે કે જેની સ્ત્રી સવા લાખનું વસ્ત્ર આજે પહેરી કાલે ફેંકી દે છે.
અભય! બોલાવ તે શાલિભદ્રને. મારે તે પૂણ્યશાળીનાં દર્શન કરવા છે. શ્રેણિકે અતિ ઉત્સુકતાથી કહ્યું.
અભયકુમાર શાલિભદ્રના આવાસે પહોંચે. શાલિભદ્રની ત્રાદ્ધિ દેખી તેનું મસ્તક ધૂણી ઉઠયું. ભદ્રામાતાને કહ્યું કે માતા! તમારા પુત્રને રાજા નિરખવા માગે છે.”
For Private And Personal Use Only