________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધબ્બા શાલિભદ્ર
ગોભદ્ર શેઠ ઘેર ગયા અને માથા ઉપર આવેલ આફત ટળી માની આનંદ પામ્યા.
ગંભદ્ર શેઠને સુભદ્રા નામની સુલક્ષણ પુત્રી હતી તે શેઠે ધનાને પરણાવી અને ધન્ના સાથે કાયમી સંબંધ બાંધ્યો.
રાજગૃહીમાં ધને બુદ્ધિનિધાન ગણુ. શ્રેણિક ડગલે અને પગલે ધન્યકુમારને પુછે. ગઈકાલને પરદેશી ધન્ને આજે રાજગૃહીના શ્રેણિકના સર્વ મંત્રીઓમાં મૂખ્ય મંત્રી બન્યું.
થેડા દીવસ થયા ત્યાં તે રખડતા રખડતા ભાઈઓ અને માતાપિતા રાજગૃહીમાં આવ્યા ધન્નાએ ઓળખ્યા. ધન્નાને કુટુંબ પ્રેમ જ તેમને સત્કાર્યા અને સારા સ્થાને સ્થાપ્યા પણ છેડાજ દીવસમાં તે ભાઈએ બધું વિસરી ગયા અને તેમણે ધનાની ઈર્ષા શરૂ કરી. - ત્યાં એક જ્ઞાની મુનિ મળ્યા તેમણે ધનનાએ પૂર્વભવમાં આપેલ દાનનો પ્રવાહ અને ત્રણે ભાઈએ દાન આવ્યા પછી કરેલ પશ્ચાતાપની વાત કહી ત્રણે ભાઈએ દીક્ષા લીધી અને ધન્નાએ શ્રાવક વ્રત લીધું.
એક વખત ધનાજી નાવા બેઠા હતા સુભદ્રા સ્નાન કરાવતી હતી ત્યાં તેની આંખમાંથી આંસ ધનાની પીઠ ઉપર પડયાં. ગરમાશ દેખી ધનાએ પાછળ જોયું તે સુભદ્રાની આંખમાં આંસુ હતાં.
ધન્નાએ સુભદ્રાને પુછયું “કેમ રડે છે?'
મારા બાંધવ શાલિભદ્રને સંયમની રઢ લાગી છે તે જ એક સ્ત્રીને ત્યાગ કરે છે. બત્રીસ દીવસે તે તમામ છોડી ચાલી નીકળશે. એકને એક બાંધવ સુખમાં ઉછરેલે કઈ રીતે આ સહે.
For Private And Personal Use Only