________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામા ચિલાવી
ળગા રાખું કે તેમની પવિત્ર છાયાથી મારી કાયાને પવિત્ર બનાવું? પવિત્રતાને કણ જેનામાં હોય તે પવિત્ર થાય પણ મારામાં કયાં તેનું નામ નિશાન છે! પાષાણુને પલવ અને લેહને કંચન કરવાનું સામર્થ્ય આવા મહાત્માઓમાં હોય છે તે મને નહિ તારે એમ કેમ માનું? ચિલાતીએ સુનિ તરફ પગ ઉપાડ અને ભાનમાં આવતાં સુસમાના મુખની સામે નજર નાંખી તે તેનું મુખ તેને ઠપકો આપતું અને તેના પાપ તરફ તિરસ્કારતું દેખાયું. સુસમા! હું તારા થીજ નહિ પણ શું જગના પ્રાણીમાત્રથી તિરસ્કૃત થવા યેગ્ય છું. તું જ, હું હવે તે નહિ રહું સુધરીશ. એમ બોલતાં તેણે તેના મસ્તકને દૂર મુકયું અને સાથે પાપને પણ દૂર મુકી મુનિના ચરણે પડયે.
મહારાજ ! આંખ ઉઘાડે. દાસીપુત્ર, લુંટારા, હત્યારા એવા આ પાપી સામે નજર નાખો. પારસમણિ પત્થરને કનક બનાવે તેમ મને તમારી પવિત્ર તપતેિજ દષ્ટિથી પુનિત કરો. મહારાજ! જવાબ નહિ આપે. શું મારો ઉદ્ધાર છે જ નહિ? હું તમારી દષ્ટિને સ્પર્શવા યોગ્ય નથી? તો સાંભળો આ તરવારે જેને પ્યારામાં પ્યારી ગણી હતી તે સુસમાં પિતાની ન બની તે મેં બીજાની બનવા ન દીધી અને જીવ લીધે. આ તરવાર ગમે તેટલી લેહી તરસી હેય પણ મારે તેને કેઈનું લેહીનું બુંદ આપવું નથી. હું તમારી પાસે મારા જેવા પાપીને તરવાને માર્ગ માગું છું અને તે નજ હેય તો આજ તરવારની છેલ્લી તૃષા તમારાથી સમાવી ઉડેને ઉડે ઘેર દુર્ગતિમાં ફરી બહાર ન આવું તેવો જવા માગું છું.
For Private And Personal Use Only