________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા ચિલાતી
૨૨૯
- ધનાવહ શેઠ સુસમાના મૃતક ધડ આગળ આવ્યા. ધ્રુસકે ધ્રુસકે રોયા. લુંટારાની પાછળ પીછે પકડવામાં મેં ભૂલ કરી કે સારું કર્યું તેને કોઈ નિર્ણય ન કરી શક્યા અને શેક સહિત નગરે પાછા ફર્યા.
પુત્રીના આવા કરૂણ અવસાનથી શેઠનું દીલ વેરાગ્ય તરફ વળ્યું અને થોડા જ વખતમાં ઘરબાર છેડી તેમણે સંયમ લીધું.
એક હાથમાં લેહી ટપકતું મસ્તક અને બીજા હાથમાં ઝબકારા મારતી તલવાર રાખી યમસદશ ચિલાતી જંગલમાં દૂર ને દૂર ચાલ્યો જાય છે હું કયાં જાઉં છું? શું કરું છું તેને તેને કાંઈ ખ્યાલ નથી. વનના વરૂ વાઘ અને સિંહ જેવા હિંસક પશુઓ પણ તેની ભેરવકાળમૂર્તિથી ડઘાઈ ગુફામાં સંકેલાઈ જાય છે. ત્યાં નજીક એક વૃક્ષ નીચે શાંતમૂતિ ચારણ મુનિને કાઉસગ્ય ધ્યાને દેખ્યા.
એક ક્ષણ ચિલાતીએ મુનિના મુખ ઉપર નજર નાંખી અને બીજી ક્ષણે તેણે પિતા તરફ નિહાળ્યું તે અમાસ અને પૂનમની રાત એટલે તેમાં તેને ફરક લાગે. ક્યાં શાંતરસથી ઝીલતી બીડાયેલ નેત્રોવાળી અમી વરસાવતી આ મૂર્તિ અને કયાં હું લેહીયાળ હાથ અને હૃદયવાળે ક્રોધના ધૂમાડા અને અગ્નિને વરસાવતે જ્વાળામુખી સરખે ધૃષ્ટ માનવી. તે આગળ વધવા તૈયાર થયે ત્યાં તેના પગ અટકયા અને હૃદય થંલ્યું. દાસીપુત્ર, લુંટાર, સ્ત્રીહત્યારો અને અમાપ પાપને કરવૈયે મારી છાયાથી મુનિને આ
For Private And Personal Use Only