________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા ચિલાતી
( ૨ ) રાજગૃહ નગરમાં ધનાવહ શેઠ અને ભદ્રા શેઠાણ રહેતાં હતાં. એમને ત્યાં ચિલાતી નામની વિશ્વાસુ દાસી હતી. દાસીએ પુત્રને જન્મ આપે અને શેઠાણીએ પુત્રીને જન્મ આપે. ચિલાતીના પુત્રને લેકે ચિલાતીપુત્ર કહી બોલાવવા લાગ્યા અને શેઠાણીના પુત્રીનું નામ સુસમાં પાડયું. સુસમાં અને ચિલાતીપુત્ર અને સાથે રમતાં અને સાથે ઉછરતાં છતાં બંનેના સંસ્કારમાં બહુ ફેર હતો. ચિલાતીપુત્રના અભ્યાસ અને સંસ્કાર માટે કઈ ધ્યાન નહેતું આપતું. તે ગામમાં રખડતો છોકરાઓને મારતો અને માર ખાતો માટે થયે. સુસમાં માટે શેઠ શેઠાણું બધાં ધ્યાન આપતાં અને તેનાં સંસ્કારનું ઘડતર સારી રીતે કરતાં.
ચિલાતી આઠ વર્ષના થયા ત્યાં તેની માતા મૃત્યુ પામી. ચિલતી નેધારે બન્યું અને વધુ કુછંદે ચડે.
એક વખત શેઠાણીની નજર ચિલાતી પુત્ર અને સુસમાની રમત ઉપર પડી. શેઠાણીએ જોયું તે ચલાતીપુત્ર સુસમાં સાથે કુચેષ્ટા કરતો હતો. શેઠાણીએ આ વાત શેઠને કહી તેથી શેઠે તેને કાઢી મુક.
ચિલાતી નિરંકુશ બન્યું. તેને હવે કઈ કહેનાર કે ટેકનાર ન હતું. તે ધીમે ધીમે ચેરેની સોબતમાં આવતા ગયો, દારૂ પીતે થયે અને લુંટારાની ટેળીમાં ભળતો ગયે.. આ પછી તેણે પેલી વસાવી અને તેમાં તે અધિપતિ બન્યો.
ચિલાતી સુસમાને ભુલવા ઘણું મથતે પણ ચિલાતી તેને વિસરી શકશે નહિ અને સુસમા પણ ચિલ તીન દુર્ગણને તિરસ્કારતી છતાં પણ કેમે કરી ચિલાતીને ભૂલી શકી નહિ.
For Private And Personal Use Only