________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૪
પ્રદ્યુમ્ન ચરિત્ર હરી ગયું.” કૃણે કહ્યું હું શું કરું? પ્રદ્યુમ્નને સેળવર્ષ મેં વિરહ સહન કર્યો ને? હું શેડે સર્વજ્ઞ છું?” તુર્ત પ્રદ્યુમ્ન કહ્યું “આપ આજ્ઞા ફરમાવે તે દુર્યોધનની પુત્રીને હું પ્રાપ્તિવિદ્યાથી તુત લઈ આવું. એમ બેલી કન્યાને હાજર કરી. ત્યાં નારદ બોલ્યા. “જેને વેરે એને વરાવી હતી તે આ પ્રદ્યને જ ભીલનું રૂપ કરી કન્યાનું હરણ કર્યું હતું અને તેણેજ યાદવ અને કૌરવ લશ્કરને પાણી ઉતરાવ્યું.
દુર્યોધન અને કૃષ્ણ ધામધૂમથી પ્રદ્યુમ્ન સાથે લગ્ન કર્યા આ પછી પ્રદ્યુમ્ન વૈદભી વિગેરે અનેક રાજકન્યાઓ પર.
સમય જતાં એક વાર નેમિનાથ પ્રભુ દ્વારિકામાં સમવસર્યા. પ્રદ્યુમ્ન ભગવાનની વાણી સાંભળી વૈરાગ્ય પામ્યું. તેણે દીક્ષા લેવાને નિર્ણય કર્યો એટલે તેની સાથે સાંબ વિગેરે ઘણું રાજકુમાર રાજવૈભવ છેડી દીક્ષા લીધી.
દીક્ષા બાદ પ્રદ્યુમ્ન અનેકવિધ તપશ્ચર્યા કરી શરીર શેકવ્યું અને શાંબ સાથે ગીરનાર તીર્થે આવ્યું. બન્ને કુમારે સામસામા શિખર ઉપર બેસી પયંકાસન લગાવી અંતર્મુખ બની ધ્યાનારૂઢ થયા અને ત્યાંજ કેવળજ્ઞાન અને સિદ્ધિગતિ મેળવી અનંત કલ્યાણ સાધ્યું. - જે શિખર ઉપર તેમણે મુક્તિ મેળવી તે શિખરો પણ જતે દીવસે શાંબ પ્રદ્યુમ્નના નામથી જગમાં ખ્યાતિ પામ્યાં.
શાંબ અને પ્રદ્યુમ્નકુમાર આજે જગતમાં નથી પણ આ બે શિખરે હજારો વર્ષ ઉપર થઈ ગયેલા આ બે કુમારની સદ્ધિ તપત્યાગ અને જન્મપરંપરાની યશગાથા ઉચ્ચારી રહ્યાં છે.
[ શાંબપ્રદ્યુમ્નચરિત્રમાંથી ]
For Private And Personal Use Only