________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર
પ્રધુમ્ન ચરિત્ર નહિ.” તે બોલ્યો “તપના પ્રભાવથી બધું મને પચી જાય છે.” તેણે લાડવા આપ્યા અને તે ત્યાંજ બેસી ખાઈ ગયે. રૂકિમણું આશ્ચર્ય પામી.
એવામાં સત્યભામાની દાસીએ રૂકિમ પાસે આવી. અને કહેવા લાગી કે “જેને પુત્ર પહેલે પરણે તેને બીજીએ તે લગ્નમાં માથાના વાળ મુંડાવી આપવા તેથી તમારે અને સત્યભામાની વચ્ચે શરત થઈ હતી, તે શરત મુજબ અમને તમારા વાળ લેવા સત્યભામાએ એકલી છે.” ત્યારે પિલા માયાવી મુનિએ તેમનાજ વાળથી ટેપલી ભરી તેમને સત્યભામા પાસે મેકલી. “આ શું?” એમ સત્યભામાએ પૂછયું. તેવામાં દાસીઓએ કહ્યું “જેવાં તમે તેવાં અમે બન્યાં છીએ. સત્યભામા માથા ઉપર હાથ મુકે તે માથું વાળવિનાનું જણાયું. તે કૃષ્ણ પાસે પહોંચી અને કહ્યું, “મને રુકિમણુના વાળ અપાવે અને તેને મુંડી કરે.” કૃણે કહ્યું “તે તે મુંડી થતાં શું થશે અત્યારે તે તું પોતે મુંડી થઈ છે.” સત્યભામાએ હઠ લીધી, આથી બળદેવને સત્યભામા સાથે રૂકિમ
ના વાળ લેવા મોકલ્યા. સત્યભામા અને બલદેવ રુકિમણીના આવાસે પહોંચ્યા તે ત્યાં કૃષ્ણને દેખ્યા. આથી લજજા પામી ફરી બને પાછા આવ્યાં અને કહેવા લાગ્યાં કે “અમને ત્યાં મેકલે છે અને પાછા તમે જાતે ત્યાં જઈ ઉભા રહે છે આમ શા માટે પજવે છે ?' કૃષ્ણ સોગંદપૂર્વક કહ્યું “હું કયાંય ગયે નથી. કાંતે તમને ભ્રમ થયો છે કે કાંતે કેઈએ માયા કરી છે. આ તરફ સત્યભામા અને બલદેવ પાછા ફર્યા. એટલે નારદે રુકિમણને કહ્યું “આ બ્રાહ્મણ બટુક નથી પણ તારો પુત્ર પ્રધશ્ન છે. તેને મેં ભાનુકના લગ્નના સમાચાર આપ્યા. અને તારૂ દુઃખ જણાવ્યું તેથી તે અહિં અવસરે
For Private And Personal Use Only