________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
મધુરાજ સાતમે માળે ઈન્દ્રપ્રભાએ પગ મુકો અને આગળ પાછળ જોયું તે ન મળે દૂતી કે ન મળે કઈ પરિવારનું માણસ. સામે તેણે શય્યા ઉપર બેઠેલા મધુને કઈ જંગલની શિલાપટ્ટ ઉપર પુછડી પટપટાવતે વ્યાધ્ર જે નિહાળે.
સહેજ વિચારે છે ત્યાં તે ઈન્દ્રપ્રભા! બેલ મધુ શમ્યાથી હેઠે ઉતર્યો અને તેણે તેને હાથ પકડશે. વાઘના પંજાથી ગાય ખેંચાય તેમ તરફડતી ઇન્દ્રપ્રભા શય્યા પાસે ધકેલાઈ.
અવાકુ બનેલી ઇન્દ્રપ્રભાને મનાવતાં મધુએ કહ્યું “ઈન્દ્રપ્રભા! તારા માટે મેં અન્ન, પાણી, વિલાસ, વૈભવ બધું તર્યું. બેસતાં, ઉઠતાં, ઉંઘતાં બધે મેં તને યાદ કરી છે. તું શરમ છોડ અને મારી પટ્ટરાણી બન. હેમરથ તે મારે સેવક છે. તેને હું સેવ્ય અને સ્વામિ છું.'
ઘણું ધીરજ ધરી ઈદ્રપ્રભાએ કહ્યું “રાજન ! હું પરણેલી સ્ત્રી છું-પરસ્ત્રી છું. પરસ્ત્રી સંગથી લેકમાં અપકીર્તિ ફેલાશે, પ્રજા રાજાથી વહેમાશે. પરસ્ત્રીસંગની ઈચ્છા માત્રથી રાવણ રોળાય, પરસ્ત્રીની ઝંખના કરનારના ધન કુટુંબ, શરીર જીવન બધું લુટાય છે તેને આપને શું ખ્યાલ નથી? રાજન! રાજા તે પરસ્ત્રી સહેદર હેય. આપ આ શું કરે છે? બુદ્ધિને ઉપયોગ કરે. કુળ મર્યાદા અને રાજ્યધર્મને સંભાળે.”
મધુનું મન મધુને આધીન ન હતું તેનું પ્રત્યેક ગાત્ર કામથી ધ્રુજતું હતું. તેની બુદ્ધિ વિકારગ્રસ્ત હતી. અને મન કામ પિશાચથી ગ્રસિત હતું. એકાંત સ્થાન હતું તેણે વિચાર્યું કે ફરી આ સમય નહિ મળે. તેણે ઈન્દ્રપ્રભા ઉપર બળાત્કાર કર્યો અને ઘણા વખતની કામના પૂર્ણ કરી.
For Private And Personal Use Only