________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
મધુરાજ
રાજા કામની નવમી દશમી અવસ્થા છે જેમાં પ્રાણી બકવાદે ચડી જાય તેવી સ્થિતિમાં મુકાયે.
રાજાએ અન્નપાન છોડયાં અને હવે તે બે ચાર દીવસને મેમાન છે તેવું સૌને લાગ્યું. આથી સેવકે મંત્રીને ઘેર પહોંચ્યા અને કહેવા લાગ્યા કે “તમે તે રાજ્યસભામાં આવવું છેડી દીધું છે પણ રાજા મૃત્યુ પામશે તે બધા અપયશને પિટલે તમારે માથે આવશે.”
મંત્રી મુંઝાયે અને વિચારવા લાગ્યું કે “રાજાના કહેવા પ્રમાણે કરું છું તે મંત્રીધમ ચૂકી રાજાને ઉન્માર્ગમાં પિષણ આપનારે બનું છું અને જે તેમ નથી કરતા તે રાજા જીવનથી જશે અને રાજા વિહેણું રાજ્ય થતાં શત્રુ
થી રાજ્ય ઘેરાઈ આખે દેશ નાશ પામશે.”શું કરવું તેની ગડભાંજમાં ગોથા ખાતે મંત્રી રાજ્યમહેલમાં આવ્યું.
શય્યામાં આળોટતા રાજાને નમસ્કાર કરી મંત્રી બેઠા એટલે રાજાએ મંત્રીની સામું જોયું અને કહ્યું કે “કેમ? મંત્રી જ હવે તે તમને શાંતિ છે ને?”
મહારાજ ! હું મરું ત્યારે શાતિ મળશે.”
તમારે શા માટે મરવું પડે હું જ મરવાની તૈયારી કરી રહ્યો છું”
“રાજન! આવું ન બેલશે” કહી પાસે બેઠેલાને દૂર કરી મંત્રી એ “રાજન્ ? ઈદ્રપ્રભા આપને મળે તેવી મેં ગોઠવણ કરી છે.
કઈ રીતે ?
For Private And Personal Use Only