________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરાજ
પાસ જેમ મહાસાગર ફરી વળે તેમ લશ્કર ઘેરાઈ વળ્યું.
ભીમરાજા લશ્કર લઈ સામે આવ્યું. બન્ને લશ્કરે બરાબર ત્રાટક્યાં પણ મધુરાજાના સૈનિકોએ જીવતે ભીમને પકડી મધુરાજાના હવાલે કર્યો.
મધુરાજાએ ભીમને દેશપાર કર્યો અને તેના વંશજને તે રાજ્ય સેપ્યું.
ભીમને પરાજય સાંભળી ટપોટપ તમામ રાજાઓ ભેટણ લઈ મધુરાજાને નમ્યા.
વિજયમહોત્સવ ઉજવાયે અને પિતાના નગરે પાછું ફરવા લશ્કર તૈયાર થયું ત્યારે મંત્રીને મધુરાજાએ ફરી યાદ કરાવ્યું કે, “મંત્રિ! વટપુર નગરનું વચન યાદ તો છે ને?”
મંત્રીએ કહ્યું “હા રાજા બરાબર યાદ છે.”
મંત્રિ ગડભાંજમાં પડે તે ધારતું હતું કે “રાજા સમય જતાં ભૂલી જશે પણ તે હજી પદારાને ભૂલ્યા નથી હું રાજાને હિતૈષી બની રાજાને પરસ્ત્રીલંપટ બનાવવામાં સહાયભૂત કેમ બનું? શું કરું?
તેણે સેનાપતિને બોલાવ્યો અને કહ્યું કે આપણે વટપુર જઈએ છીએ તેવું ભલે જાહેર થાય પણ વટપુર ન આવે અને સીધું અધ્યા આવે તે રીતે રાત્રે પ્રયાણ કરવાનું રાખશે.
સેનાપતિએ મંત્રીના હુકમને અમલ કર્યો અને અદયાને પાદરે આવી લશ્કર ઉભું રહ્યું.
(૨) લેકના ટેક્ષેળાં મધુરાજાના દર્શને ઉલટયાં. આખી
For Private And Personal Use Only