________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
મધુરાજ
પ્રથમ પરિચયમાં આટલું બધું વધવાની જરૂર નથી. કારણ કે તેમની આંખે ટગર ટગર ફરતી હોય છે.”
“દેવિ! તું બેટી કલ્પના ન કર. મધુરાજા તો ભાઈ સરખે છે અને તેને ત્યાં તે તારા જેવી કેઈ દાસીઓ હશે. બીજે વિચાર કર્યા વિના તું તારે તેને મેતીએ વધાવ.”
" પતિપરાયણ ઈદ્રપ્રભા રાજસભામાં આવી અને મેતીએ મધુરાજાને વધાવી ચાલી ગઈ.
ઈદ્રપ્રભાને જોતાં મધુ સ્તબ્ધ થયે. તેને લાગ્યું કે હું સામે જોઉં છું તે દેવિ છે? વિદ્યાધરી છે? કિન્નરી છે? કે નાગકન્યા છે? શું આવી સુંદર સ્ત્રીએ જગમાં હશે ખરી?
ખરેખર! તે પુરૂષ ભાગ્યશાળી છે કે જે તેની વાણી સાંભળે છે. અને તેની જ આંખે સફળ છે કે જેને આવી સ્ત્રીને જોવાનું મળે છે. આ જગતમાં કવિઓ “ તારકોના કહે છે તે આવી સ્ત્રીઓને માટેજ હશે!
ઈદ્રપ્રભા વધાવીને ગઈ અને સાથે મધુરાજાનું મન પણ લેતી ગઈ.
મધુરાજાને હવે જરાપણ ચેન ન પડવા માંડયું. ભેજન ગમ્યું નહિ રાત્રી વર્ષ જેવી થઈ પડી. નથી તે કઈ સાથે હસતે બોલતો કે નથી કાંઈ વાત કરત.
પ્રધાનને રાજાને એકાએક આ શું થયું તેની કાંઈ ખબર ન પડી તેથી તેણે એકાંતમાં રાજા પાસે જઈ પૂછયું “નાથ! આપનું શું હેમરથ રાજાએ અપમાન કર્યું છે? અગર શું આપને કેઈ અકથ્ય વ્યાધિએ પીડા ઉત્પન્ન કરી છે? રાજન! આપની ખિન્નતા દેખી આખું લશ્કર ખિન થયું છે.
For Private And Personal Use Only