________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધુરાજા
૨૦૫ રાજાએ કહ્યું “મંત્રિ! મને આની કેમ જાણ ન કરી?”
મંત્રીએ જવાબ આપતાં કહ્યું “રાજન ! આપ બાળક છે તેથી મેં આપને અજાણ્યા રાખેલા.”
મંત્રિ! તમે જાણે છે કે સિંહનું બચ્ચું ભલે નાનું હેય પણ તે મેટા હાથીઓથી પણ ગાંજર્યું નથી જતું. લશ્કર તૈયાર કરે અને નીચ ભીમ ઉપર ચડાઈ કરવાને આદેશ આપ.”
નાંખી નજર ન પહોંચે એટલું લશ્કર લઈ મધુરાજાએ પ્રયાણ કર્યું. ટપટપ એક પછી એક સીમાડાના રાજાઓ ભેટણ લઈ આવવા માંડ્યા. અને આ બાળ રાજાને સૌ નમવા લાગ્યા.
ચમત્કાર ત્યાં નમસ્કારને સાક્ષાત્કાર કરાવતે મધુરાજા વટપુર નગર પાસે આવ્યું.
વટપુર નગરને રાજવી હેમરથ સામે આવ્યું. તેણે ભેંટણું ધર્યું અને મધુરાજાને વિનંતિ કરી કે “એક દીવસ મારા મહેમાન થઈ પછી આગળ પ્રયાણ કરો.”
મધુરાજાએ તેની અનન્ય ભક્તિ જોઈ એક દીવસ રહેવાનું કબૂલ કર્યું.
હેમરથે આખું નગર શણગારી મધુરાજાને પ્રવેશોત્સવ કર્યો. રાજદરબાર ભર્યો અને સારાં સારાં ભેટણ ધર્યા.
હેમરથ રાજાને હર્ષ માતે નથી. તે પોતાની પટરાણી ઈન્દ્રપ્રભાને કહેવા લાગ્યા “દેવિ ! તું એક વખત સભામાં આવી મધુ રાજાને મેતીએ વધાવ.”
ઈદ્રપ્રભાએ કહ્યું “નાથ! આટલા બધા ઘેલા ન બને.
For Private And Personal Use Only