________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિભદ્ર અને પૂર્ણભદ્ર
૨૦૩ પડી. બન્નેની આંખમાંથી અમી વરસ્યું. ચંડાળ શ્રેષ્ઠિ પુત્રની પાછળ પાછળ ચાલ્યા અને શ્રેષ્ઠિપુત્ર મુનિને વંદન કરી બેઠા એટલે તે પણ છેટે રહી મુનિને પગે લાગી બેઠે.
શ્રેષ્ઠિપુત્રએ મુનિને પુછયું મહારાજ ! આ ચાંડાલ કોણ છે? તેને અમે ઓળખતા નથી પણ તેને જોતાં અમને કેઈ ન વર્ણવાય તે હર્ષ થાય છે તેનું શું કારણ?
મુનિએ કહ્યું “આ ભાવના રાગ અને દ્વેષમાં પરભવનો સંસ્કાર હોય છે. જેને લઈ અપરિચિતમાં નેહ કે દ્વેષ જાગે છે. આ ચંડાળ તમારા ત્રીજા ભવને પિતા સેમદેવ વિપ્ર છે અને કુતરી તે તમારી માતા અગ્નિલા છે. તમે અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના જૈન ધર્મથી પરાર્શમુખ તેમના બે પુત્ર હતા પણ મુનિના પરિચયે તમે શ્રાવકધર્મ પાળે તેથી દેવલેકે જઈ શ્રાવકકુળમાં જન્મ્યા અને આ બન્નેએ શ્રાવક ધર્મ વિરાવ્યો તેથી નરકમાં જઈ તમારા પિતા ચાંડાળપણે ઉત્પન્ન થયા અને માતા કુતરીપણે ઉત્પન્ન થઈ. અહિં ચારેને જાતિસ્મરણ જ્ઞાન થયું.
ચાંડાળે પણ ભાવથી શ્રાવકધર્મને સ્વીકાર્યો અને કુતરી પણ દડદડ આંખમાં આંસુ સારતી ધર્મમાં સ્થિર થઈ.
પૂર્ણભદ્ર મણિભદ્ર મૃત્યુ પામી દેવકે ગયા. ચાંડાલ પણ મરી વ્યંતર થયે અને કુતરી પણ મરી મનુષ્ય અવતાર પામી સાધ્વી થઈ દેવલેકે ગઈ
For Private And Personal Use Only