________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિભૂતિ અને વાયુભૂતિ છીએ અને તેની ધૂર્તવિદ્યાને ખુદલી કરીએ છીએ. આ સાધુઓ કપડે મેલા હોય છે તેવા હૃદયમાં પણ મેલા હોય છે અને વેદના તે તે પરમ દુશમન હોય છે.”
સાંભળનારે કહ્યું “તમે ઉછળતા જુવાન છે સારા ખેટાનું હજુ તમને પુરું ભાન નથી. તે આરંભ પરિગ્રહને ત્યાગ કરનારા બ્રહ્મચારી મહા પુરૂષે છે. તેમનું દર્શન પુરૂ પૂન્ય હોય તો જ થાય.” - જુવાન છોકરાઓએ કહ્યું “તમારા જેવા અજાણ સાથે વાત કરી શું ફાયદે?
અમે જાતે જ ત્યાં આવીએ છીએ અને તે માયાવી નંદિવર્ધનને પરાભવ કરીએ છીએ.” - અગ્નિભૂતિ અને વાયુભૂતિ બને તૈયાર થયા અને નંદીવર્ધનની સાથે વાદ કરવા નીકળ્યા. રસ્તામાં એક વડ આવ્ય, તેની નીચે એક સત્યકી નામના મુનિ બેઠા હતા તેમણે તેમને કહ્યું “તમે કયાં જાવ છે?”
“અમે નંદીવર્ધનની સાથે વાદ કરવા જઈએ છીએ.” ઉતાવળે એમ બે છોકરાઓએ કહ્યું.
મુનિએ કહ્યું “હું તેમને શિષ્ય છું તમે મને જે પુછવું હોય તે પુછે. આગળ નહિ વધે તે ચાલશે.”
તમારાથી અમારે જવાબ નહિ આપી શકાય. પરંતુ તમારે કંઈ અમને પુછવું હોય તે પુછે' | મુનિએ કહ્યું “વિદ્વાન બ્રાહ્મણે અભિમાન ન કરે મારા પ્રશ્નને તમે જવાબ નહિ આપી શકે !”
For Private And Personal Use Only