________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેઘકુમાર
“માતા! સ્વારથ સબ જગવાલો, સગું ન કેઇનું કોય, વિષય સુખ વિષ સારિખાં, કિમ ભેગવું એ ભેગ.
માતા! મને સંસાર ભયાનક લાગે છે આ રાજ્યઋદ્ધિ વૈભવ બધું કારમું લાગે છે.”
શ્રેણિકે કહ્યું “પુત્ર! મારું એક વચન માન! તને સંસાર રાજ્ય બધું કારમં લાગે છે. છતાં એક દિવસ માટે અમારા વચન ખાતર રાજા બની જા. મેઘકુમાર મૌન રહ્યો. રાજાએ મેઘકુમાર રાજ્યગાદી ઉપર સ્થાપિત કર્યો.
શ્રેણિક, અભયકુમાર, મંત્રીઓ, સામંત બધા મેઘકુમાર રાજા આગળ ખડા ઉભા રહ્યા. અને કહ્યું કે “રાજેશ્વર ! ફરમાવો આજ્ઞા.”
“પાત્રા, રજોહરણ, દંડ વિગેરે દીક્ષાના ઉપકરણે મારે માટે લઈ આવે. આ છે મારી પહેલી અને છેલ્લી આજ્ઞા.” એમ ધીરગંભીર અવાજે મેઘકુમારે કહ્યું.
શ્રેણિક સમજી ગયા કે મેઘકુમારને સંયમને દઢ રાગ છે. તેને રાજ્યાદ્ધિ કે વિષયભેગ કઈ ભાવી શકે તેમ નથી. તેણે દીક્ષાના ઉપકરણે મંગાવ્યાં અને ભગવાન પાસે મેઘકુમારને દીક્ષા અપાવી.
મેઘકુમાર હવે મેઘમુનિ બન્યા. રાત્રિ પડી. સૌ સાધુએના સંથારા પથરાયા. કમ મુજબ મેઘમુનિને સંથારો છેલ્લે અને તે પણ બારણુ પાસે આવ્યા.
રાત્રે ડંડાસણ હલાવતા હલાવતા મુનિએ એક પછી
For Private And Personal Use Only