________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
મેવકુમાર ભગવાનની દેશનાએ મેઘકુમારના હૃદયમાં મંથન જગાવ્યું. તેને માતાપિતાની શીતળ છાયા અને વૈભવ જીવન સફળતામાં કાંઈપણ ઉપયેગી ન લાગ્યાં. તેને માત્ર એકજ તાલાવેલી લાગી કે ભગવાનનને શરણે જઈ મારું જીવન સમપી આ માનવભવ કયારે સફળ કરું?
(૨) મેઘકુમાર ધારિણી અને શ્રેણિક પાસે આવ્યું. પગે લાગ્યું ને કહેવા માંડે. “તમે અને મેં ભગવાનની વાણી સાંભળી છે. પણ મને તે સાંભળ્યા પછી કાંઈ ચેન પડતું નથી. મારી પસાર થતી એકેક ક્ષણ અમૂલ્ય લાગે છે. અને તે અમૂલ્ય માનવભવની ક્ષણ હું ભેગ સુખ કે પ્રમાદમાં કાઢવા તૈયાર નથી. આપ રજા આપે તે હું ભગવાનને શરણે જઈ પ્રવજ્યા સ્વીકારૂં”
આ શબ્દ સાંભળતાં ધારિણી મૂછિત બની. ડીવારે સ્વસ્થ થઈ કહેવા લાગી. “પુત્ર ! સંયમ એટલે શું તેનું તને ભાન છે? ઘર ઘર ભિક્ષા માગવી, લાકડાના પાત્રામાં ખાવું, ઉઘાડે માથે અને ઉઘાડે પગે વિચરવું, બ્રહ્મચર્ય પાળવું. આ બંધું શું તું સહન કરી શકવાનો છે?”
માતા! હું તમારે ત્યાં જન્મે ત્યારથી તમે મારી સારસંભાળ લે છે પણ હું નિગદમાં રખડયે અનંત ભ કર્યા, કેઈ ટાઢ તડકા સહ્યા. ભૂખે રહ્યો ત્યાં બધે કોણે મારી સાર સંભાળ લીધી?’
“પુત્ર! આ આઠ સ્ત્રીઓની સામે નજર નાંખ તેમને કેને આધાર? તુ યુવાન છે. વૃદ્ધ થાય પછી સુખેથી દીક્ષા લેજે.”
For Private And Personal Use Only