________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ધમ્મ સારહીણું
યાને મેઘકુમાર
(૧) શ્રેણિકના દરબારમાં શ્રેણિકને નમી વનપાલકે “રાજ! શ્રમણ ભગવાન પહાવીર ઉધાનમાં પધાર્યા છે. એવી વધામણી આપી. રાજાએ સભા બરખાસ્ત કરી અને તે પુત્રે, રાણીએ અને પરિવાર સાથે સમવસરણમાં આવ્યું. સૌએ ભગવાનની દેશના સાંભળી. કેઈએ સંયમ, કેઈએ દેશવિરતિ, તે કેઈએ સમતિ લીધું.
શ્રેણિક સમવસરણથી પરિવાર સાથે પાછો ફર્યો પણ તેના પુત્ર મેઘકુમારના કાનમાં અને હૃદયમાં ભગવાનની દેશના આરપાર ઉતરી.
મેઘકુમાર એ શ્રેણિકરાજાની ધારિણી સ્ત્રીને એકને એક પુત્ર હતું. તે સ્વભાવે શાંત. ઓછાબોલે અને સુશીલ હતે. ધારણીના શ્વાસ પ્રાણ કે જે કાંઈ ગણે તે બધું આ પુત્ર. મેઘકુમારને શ્રેણિકે આઠ સ્ત્રીઓ સાથે પરણા. ધારિણી જેવી પ્રેમાળ માના અને પ્રતાપી તથા વિવેકી શ્રેણિક જેવા પિતા પછી મેઘકુમારને શી ચિંતા? મેઘકુમારે સુખ રાજ્યવૈભવ અને સ્નેહ સિવાય બીજું કાંઈ દીઠું નહતું.
For Private And Personal Use Only