________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ સાચે ન્યાય
યા ને યશવર્મતૃપક્યા.
(૧) કલ્યાણ કટકપુર નગરમાં યશોવર્મા રાજા રાજ્ય કરતે હતો. આ રાજા ન્યાય માટે ખુબ પંકાતે.
યશોવર્માને મહેલ શહેર વચ્ચોવચ્ચ હિતે. મહેલની આગળ તેણે મટે ઘંટ બાં હતું. આ ઘંટ રાજાની કીતિને સૂચવતે અને તેને નાદ ન્યાયીપણાને ગુંજારવ કરતે હતા. ગરીબ તવંગર સૌ કોઈ કાંઈપણ અન્યાય થાય ત્યારે આ ઘંટ વગાડતા. ઘંટને અવાજ સાંભળતાં રાજા હાજર થતો અને બધી વાત સાંભળી સાચે ન્યાય. આપતા.
યશોવર્મા રાજાને ન્યાય એટલે અદલ ઈન્સાફ. એમાં કોઈની ન ચાલે લાગવગ કે કોઈની ન ચાલે ચાલાકી. સાચો ન્યાય આપવા રાજા કેટલી વાર અંધારપછેડી ઓઢી ઘરેઘર ભટકતે અને કેટલાએ ધનના જોરે કે લાગવગના જોરે અન્યાય કરતા તે બધાને દંડ કરતે. આથી રાજાની પ્રશંસા ચારેકેર ફેલાઈ. તેમ જેને ન્યાય ન ગમે તે રાજાને છૂપા છૂપા નિંદતા પણ ખરા.
આ રાજાને એકનો એક પુત્ર હતું. તેનું નામ હતું અતિદુર્દમ. અને તેનું પરાક્રમ પણ અતિદુર્દમ.
For Private And Personal Use Only