________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકુમાર
૧૮ પિતાની અનુમતિથી દાનશાળાનું કામ શ્રીમતીએ સં. ભાયું. હજારે યાચકે, અભ્યાગતે, સંતેને તેણે દાન આપ્યું. તેના પાદ નિરખ્યા પણ તે મુનિને ચરણકમળ ન મળે.
તપ-કૃશ આદ્ર મુનિ ફરતા ફરતા તે વસંતપુરની બહાર રહેલ દાનશાળાએ આવ્યા. શ્રીમતીએ નીચું મુખ રાખી મુનિને પડિલાવ્યા અને પગ એળખતાં તેમની સામે નજર કરી. બન્નેની નજર સ્થિર થઈ. તપથી શુષ્ક બનેલી મુનિની આંખ નેહાળ બની, સુકાઈ ગયેલી નસો ચેતનવંતી થઈ અને ઘણું ઘણું કાબુમાં રાખવા છતાં મન કાબુમાં ન રહ્યું. કેમકે પૂર્વભવને બંધુમતીને પ્યાર મરતાં મરતાં હૃદયથી ખસેડ ન હતું. અંતે બંધુમતીમાંથી શ્રીમતી થયેલ શ્રેષ્ઠિપુત્રી સાથે તેમણે ઘરવાસ માંડી આકાશવાણીને દૈવીવાણું ગણું સાચી ઠેરવી.
શ્રીમતી સાથે સંસાર ભેગવતાં આદ્રકુમારને એક પુત્ર થયે, શ્રીમતીને સ્નેહ પુત્ર તરફ વળે. અને આદ્રકુમારને ફરી પાછો સંયમને નાદ જાગ્યું. તેણે શ્રીમતીને કહ્યું
શ્રીમતી! હું હવે સંયમ લઈશ !” તેણે તેમને ઘણું ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો પણ તે બધા પ્રયત્ન નિષ્ફળ નિવડ્યા.
શ્રીમતીને લાગ્યું કે હવે આદ્રકુમાર નહિ રહે તેથી તેણે ફેંટીયાને આશરે લીધે. રેજ રેજ સુતર કાંતવા માંડયું અને જીવનને સ્વાશ્રયી બનાવવા માંડ્યું. - શ્રીમતી અને આદ્રકુમાર બન્ને બેઠા છે તે વખતે પુત્રે માતાને પુછ્યું. “માતા આ શા માટે કાંતે છે?” “બેટા
For Private And Personal Use Only